સુપરસ્ટાર સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ દબંગ 3 આ વર્ષે 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને સારુ એવું બઝ થઈ રહ્યુ છે. એકવાર ફરીથી સોનાક્ષી સિન્હા રજ્જો પાંડેનાં પાત્રમાં દેખાશે. ફિલ્મનાં સોંગ્સ રિલીઝ થઈ ચૂક્યા છે. અને તે એટલાં કેચી છેકે, તેજીથી લોકોની જીભ ઉપર ચડી ગયા છે.

મેકર્સનાં મનમાં ફિલ્મનાં પ્રમોશનને લઈને સ્ટ્રેટેજી એવી છેકે, તેમણે પહેલાં ઓડિયો સોંગ રીલીઝ કર્યા અને ત્યારબાદ વીડિયો સોંગ રજૂ કર્યા હતા.

સોનાક્ષી સિન્હાએ ફિલ્મનું સોંગ ‘યૂ કરકે’માં ઘણી સાડીઓ પહેરી છે. અને આ સાડીઓમાં તેના લુક સોશિયલ મીડિયા પર આવી ગયા છે.

સોનાક્ષીએ જાતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અલગ અલગ રંગની સાડીઓમાં પોતાના ફોટા શેર કર્યા છે. જેને પહેરીને તેણે ‘યૂ કરકે’ ગીતનું શૂટિંગ કર્યુ છે.

સોનાક્ષીએ આ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યુ, “યૂ કરકે કે રંગ” આ ગીત માટે સોનાક્ષીએ એક-બે નહી પરંતુ પાંચ સાડીઓ પહેરી છે. સોનાક્ષીએ ગ્રીન, પર્પલ, બ્લૂ, ઓરેન્જ અને પિંક કલરની સાડીમાં તેના ફોટા શેર કર્યા છે.

દબંગ-3નાં ‘યૂ કરકે’ ગીતને સલમન ખાન અને પાયલ દેવે ગાયુ છે અને તેને દાનિશ સબરીએ લખ્યુ છે.

ગીતને સંગીત સાજીદ-વાજીદે આપ્યુ છે અને તેનું મિક્સિંગ એરિક પિલ્લઈએ કર્યુ છે. દબંગ-3માં સાઉથનાં એક્ટર કિચ્ચા સુદીપ નેગેટીવ રોલ પ્લે કરવાના છે.
READ ALSO
- 6 લાખ વર્ષ જૂના નેપાળી પથ્થરમાંથી જ કેમ બનાવવામાં આવશે રામલલ્લાની મૂર્તિ? જાણો તેની પાછળનું રહસ્ય
- ભાજપ અખિલેશ યાદવને ટેન્શન આપવાની તૈયારીમાં! જાણો સપાના આ ધારાસભ્યએ શું કરી હલચલ!
- શું તમે ક્યારેય રેટ્રો વૉકિંગ વિશે સાંભળ્યું છે? જીમ ન જનારા લોકો માટે છે શ્રેષ્ઠ કસરત
- Relationship Mistakes/ કપલમાં શા માટે થાય છે આટલા ઝઘડા? અહિ થઇ રહિ છે ભૂલો
- મોટા સમાચાર / ગજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, આ ફેરફારથી થયો ઘટસ્ફોટ