દબંગ-3 ફિલ્મનુ શુટિંગ શરૂ થતાં જ સૌકોઇ તે જાણવા માટે આતુર છે કે આખરે આ વખતે ફિલ્મની સ્ટોરી શું હશે. ફિલ્મમાં હંમેશા સલમાન ગુંડાઓ સામે બાથ ભીડતો જોવા મળે છે પરંતુ આ વખતે દબંગ ખાન કોની સામે દબંગાઇ કરશે.
ફિલ્મના સેટ પરથી સલમાનની અનેક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યાં છે જેના કારણે ફેન્સમાં આતુરતા વધી છે. આ વચ્ચે સલમાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે શુટિંગ દરમિયાન દબંગ-3ની આખેઆખી સ્ટોરી લીક થઇ ગઇ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દબંગ-3માં સલમાન ખેડૂતો પર થઇ રહેલા અત્યાચારોની સ્ટોરી દર્શાવશે. આ ફિલ્મમાં તે ભૂમિ માફિયા પર પ્રકાશ ફેંકવાનો છે.
જાણવા મળેલ પ્રમાણે, સલમાન ખાન પોતાની ફિલ્મ ‘દબંગ ૩’માં પણ વાસ્તવિક સમસ્યાઓને ઉજાગર કરશે. તેણે ચુલબુલ પાંડેના પાત્રનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હવે સફળ ફિલ્મ દબંગના આ ત્રીજા હિસ્સામાં એ ઉત્તર ભારતના નોયડા અને ગાઝીયાબાદના પોલીસની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુદેવા કરી રહ્યો છે. જે ભૂમિ માફિયાનો સામનો કરતો જોવા મળશે. આ માફિયાને રાજકારણીઓનો તેમજ ગુંડાઓનો સહકાર હોય છે. એક પોલીસ ઓફિસર આ સઘળું જાણતો હોવા છતાં નીડર બનીને તેની સામે બાથ ભીડવાની હિંમત કરે છે, તે આ ફિલ્મમાં દર્શાવાશે, તેમ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે આ માહિતી આપી હતી.
જણાવી દઇએ કે આ ફિલ્મમાં સલમાન સાથે સોનાક્ષી સિંહા પણ કામ કરી રહી છે. તેણે પણ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત