સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું શુટિંગ સોમવારે શરૂ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં ફિલ્મનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. સલમાન ખાન આ ફિલ્મ સાથે સંબંધિત તસવીરો અને અપડેટ્સ સતત શેર કરતો રહે છે. આ વચ્ચે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સાઇકલ લઇને રસ્તા પર નીકળી પડ્યો છે અને પાછળ ફેન્સ શોર મચાવતા દોડી રહ્યાં છે. આ વીડિયો મધ્ય પ્રદેશના નાનકડા ગામ મંડલેશ્વરનો છે.
એક વીડિયો સલમાને પણ શેર કર્યો છે કે મંડલેશ્વરમાં તેના દાદા પોલીસમાં પોસ્ટેડ હતાં. અરબાઝ અને ટીમ સાથે તે ફિલ્મનું શુટિંગ કરવા મધ્યપ્રદેશ પહોંચ્યો છે. જણાવી દઇએ કે ફિલ્મની પ્રથમ ફ્રેન્ચાઇઝીનું શુટિંગ પણ ઉત્તર પ્રદેશમાં થયું છે.
આ ફિલ્મમાં સલમાન પોલીસ ઑફિસર ચુલબુલ પાંડેના બાળપણના કિસ્સાને પણ લાવી રહ્યો છે જે પહેલાં ગુંડા જેવો હતો. પછીથી તે કેવી રીતે પોલીસવાળો બને છે તે સ્ટોરી ફિલ્મમાં દર્શાવવામાં આવશે.
ફિલ્મની અન્ય એક ડિટેલ સામે આવી છે તે અનુસાર ટીમ મધ્ય પ્રદેશમાં સૌથી પહેલાં ટાઇટલ સૉન્ગનું શુટ કરશે. મંડલેશ્વરમાં મક્ખી (એક્ટર અને કો-પ્રોડ્યુસર) સાથે ચુલબુલ પાંડેનું બાઇક પર એક્શન સીકવન્સ પણ શુટ કરવામાં આવશે.
Back in our birthplace for #Dabangg3 shoot @arbaazSkhan pic.twitter.com/JO9pH1X7Rf
— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2019
દબંગમાં સલમાનને બે તદ્દન અલગ લુક્સમાં દર્શાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે દબંગ સીરીઝની આ ફિલ્મમાં સલમાનને પહેલા બદમાશ દેખાડવામાં આવશે જે એક મોટા દિલનો વ્યક્તિ છે અને પછીથી એક ઇમાનદાર પોલીસવાળો બની જાય છે. સાથે જ સલમાને ટ્વિટર પર શુટિંગની તસવીરો શેર કરી છે.
Read Also
- આશીર્વાદ આપ્યા પછી એશા દેઓલ સાથે હાથ મિલાવવા માંગતી હતી મહિલા, એકટ્રેસે બંધ કરી બારી; લોકો ભડકયા
- Roadease / વાહનચાલકોને મળશે રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ, અમદાવાદ પોલીસે લોન્ચ કરી આ ખાસ એપ્લિકેશન, અત્યારે જ ડાઉનલોડ કરો
- ‘ઓ બહેન બંધ કર આ બેસુરા ગીત’….છોકરીનો રેપ સાંભળીને લોકોનો ભેજાફ્રાય થયો
- Geeta Gyan: ભોગ ક્ષણિક આનંદ આપે છે જ્યારે ત્યાગમાં કાયમી આનંદ છે, જાણો ગીતાનો અમૂલ્ય ઉપદેશ
- પાકિસ્તાનના હાલ બેહાલ / આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન ચોતરફથી ઘેરાયું, પેશાવરમાં આંતકી હુમલો