GSTV

દબંગ 3ના એક્ટરને આવ્યો હાર્ટ એટેક, સલમાન કરી રહ્યો છે કંઈક આ રીતે સેવા

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ જોવા મળે છે. તેણે થોડા દિવસ પહેલા દબંગ-3 માટે તેના જિમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા શેર કર્યા હતા. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે દબંગ 3માં સલમાનના કો-સ્ટાર દદ્દી પાંડેને હાર્ટ એટેક આવ્યો છે.

જોકે આ ઘટના ફિલ્મના સેટ પર બની નહોતી. પણ સલમાનને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે પોતાના બિઝી શેડ્યૂલમાંથી પણ તે આ વાતની અપડેટ લઈ રહ્યો હતો. સલમાને તેની ટીમના એક સદસ્યને પણ મોકલ્યો હતો જેથી તેને પાંડેના સ્વાસ્થ્યની જાણકારી મળી શકે.

સોશિયલ મીડિયા પર તેના આ કામના વખાણ થઈ રહ્યા છે. પાંડેની તબિયતમાં અત્યારે સુધારો છે અને તે ગોરેગાંવના એક હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યો છે. તેને જલદી જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. તેની વચ્ચે સલમાન ખાનના બીઈંગ હ્યુમન ફાઉન્ડેશનના 12 વર્ષ પૂરા કર્યા છે. સલમાને ગુરુવારના દિવસે એક ટ્વીટ કરી સપોર્ટ માટે લોકોને ધન્યવાદ કર્યા હતા.

લોકોની હેલ્ધી લાઈફની શુભકામના આપતા સલમાને કહ્યું કે બીઈંગ હ્યુમન હંમેશાં સાથે છે. સલમાન તેની આવનારી ફિલ્મને લઈ તેના વજનને લઈ પ્રયોગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે 20 વર્ષના છોકરાની ભૂમિકા કરી રહ્યો છે અને આ રોલ માટે તે વજન ઓછું કરી રહ્યો છે.

તેણે એ પણ જાહેર કર્યું છે કે દેશભરમાં 300 જેટલા જિમ ખોલ્યા છે, જે ફિટ ઈન્ડિયાને પ્રમોટ કરી શકે. સલમાનની દબંગ 3 20 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે.

Read Also

Related posts

કોરોના સામે લડવા ઋત્વિક રોશન પણ આવ્યો આગળ, આટલા લાખ લોકોને કરાવશે ભોજન

Nilesh Jethva

સલમાન ખાને લાખો મજૂરો માટે આપ્યા આટલા કરોડ, બે મહિના સુધી ખર્ચો ઉઠાવવાનું આપ્યુ વચન

Arohi

બોલિવુડના આ ફેમસ એક્ટરના આખા પરિવારનો Corona પોઝિટીવ, પોસ્ટ શેર કરીને જણાવ્યું કેવી છે હાલત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!