બોલિવુડના સુપરસ્ટાર અને કાળીયાર કેસમાં પાંચ વર્ષની જોલની સજા ભોગવનારા સલમાન ખાને ઘર વાપસી બાદ પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. જેમાં તેમણે લાંબી કતારોમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ઉભેલા ફેન્સને ઘરે જઈ સુઈ જવાનો ઈશારો કર્યો હતો. આ સિવાય સલમાન વારંવાર ત્રણ આંગળીઓની નિશાનીઓ પણ બતાવી રહ્યો હતો.
ત્યારે અમે તમને જણાવી દઈએ કે સલમાને કરેલી એ ત્રણ આંગળીનો અર્થ 2014ની સલમાનની ફિલ્મ જય હો સાથે છે. જી હા, સલમાન ખાને આ ફિલ્મમાં એક વિચાર શેર કર્યો હતો કે કોઈને થેન્ક યૂ ન કહો પણ બીજા ત્રણ લોકોની મદદ કરવાનું કહો. બસ ત્યારથી ભાઈજાન સલમાન ત્રણ આંગળી દ્વારા પોતાના ફેન્સને ઈશારો કરતો રહે છે.
ગેલેક્સી એપાર્ટમેન્ટ સિવાય સલમાને ઘણી જગ્યાએ ફેન્સને ત્રણ આંગળીઓ બતાવી છે. ઉલ્લેખનીય છે કે સલમાન બીઈંગ હ્યુમન સંસ્થા દ્વારા ઘણા સામાજીક કાર્યોમાં જોતરાયેલો છે.