GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સલમાન ખાને કર્યો અક્ષયકુમારને ફોન, દાવ પર લાગેલા કરોડો રૂપિયાને લઈને કરી વાતચીત!

બૉલીવુડના દબંગ અભિનેતા સલમાન ખાન હાલમાં દબંગ 3 ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત છે. તેની સાથે જ તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાઅલ્લાહ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે, ત્યારે ઈન્શાઅલ્લાહ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. તો આ બાજુ અક્ષય કુમાર પણ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો નોન પોલિટિકલ ઈન્ટરવ્યૂ કરીને ચર્ચામાં છે. અક્ષયકુમારની ફિલ્મ કેસરી હોળી પર રિલીઝ થઈ હતી અને હવે તે બાકીના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે. અક્ષય કુમાર સિંઘમ સિરીઝની ચોથી ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. આ રોહિત શેટ્ટીની મૂવી છે, જે 2020માં ઈદના અવસરે રિલીઝ થવાની છે. ત્યારે આવતા વર્ષે ઈદ પર સલમાનખાન અને અક્ષયકુમારની ફિલ્મ વચ્ચે ટક્કર થવા જઈ રહી છે.

ફેન્સ તો આ ટક્કરને લઈને ઉત્સાહિત છે, પરંતુ દિગ્ગજ અભિનેતાઓ આ ટક્કરથી બચવાનો રસ્તો શોધી રહ્યા છે. અહેવાલ અનુસાર, સલમાન ખાન ઈદ પર સોલો રિલીઝ ઇચ્છે છે. તેના માટે તેમણે અક્ષયકુમારને ફોન કર્યો હતો. સલમાન ઈચ્છેછેકે, બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકસાથે ન આવે. વાત તો બરાબર છે બંને અભિનેતાઓની ફિલ્મ એકસાથે રિલીઝ થશે તો જોખમ તો બંનેએ ઉપાડવું પડશે. બંને ફિલ્મ ભારે બજેટમાં બની રહી છે. એવામાં બંને સ્ટાર્સનાં કરોડો રૂપિયા દાવ પર લાગેલા છે.

READ ALSO

Related posts

જાપાનમાં કુદરતનો કહેર: વિનાશકારી પૂરમાં 44ના મોત, હજુ પણ ભારે વરસાદનું એલર્ટ

Bansari

પશ્ચિમના વિસ્તારોમાં વધતો કોરોનાનો પ્રકોપ, શહેરમાં વધુ 168 કેસો નોંધાયા, વધુ સાતના કરૂણ મોત

pratik shah

PM ઓલીની ખુરશી બચાવવા માટે ચીન થયું ‘એક્ટિવ’, નેપાળના મોટા નેતાઓને મનાવવાના પ્રયાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!