GSTV
Home » News » બોલિવુડ સ્ટાર્સનાં ઘરે શરૂ થયું દિવાળી સેલિબ્રેશન, આ દિવસે અમિતાભ, અનિલકપૂર સહિત તમામનાં ઘરોમાં થશે પાર્ટી

બોલિવુડ સ્ટાર્સનાં ઘરે શરૂ થયું દિવાળી સેલિબ્રેશન, આ દિવસે અમિતાભ, અનિલકપૂર સહિત તમામનાં ઘરોમાં થશે પાર્ટી

દેશનાં મુખ્ય તહેવારોમાંથી એક તહેવાર દિપાવલી છે. જેનું સેલિબ્રેશન શરૂ થઈ જવા જઈ રહ્યું છે. લગભગ દેશમાં તેની તૈયારીઓ શરૂ થઈ છે. દર વર્ષે બોલિવુડમાં પણ ધૂમધામથી દિવાળના તહેવારને સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કંઈક આવુંજ જોવા મળશે, જેમાં બોલિવુડનાં સિતારાઓ પોતાના ઘરે દિવાળી સેલિબ્રેશન રાખવાનાં છે.

View this post on Instagram

Happy In Hong Kong! #aboutlastnight

A post shared by anilskapoor (@anilskapoor) on

અમિતાભ બચ્ચન- હોળી હોય કે દીપાવલી દરેક તહેવાર બિગ બીના ઘરે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. થોડા સમય પહેલા અમિતાભ બચ્ચનને નિયમિત ચેકઅપ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એવા અહેવાલો છે કે આ વર્ષે અમિતાભના ઘરે ભવ્ય દિવાળીની ઉજવણી થવાની છે. તેમાં ઘણા મોટા સ્ટાર્સ શામેલ થશે તેવી સંભાવના છે.

સલમાન ખાન- દબંગ સલમાન ખાન ઈદથી દિવાળી સુધીની બોલિવૂડના દરેક તહેવારની ઉજવણી કરે છે. દિવાળીની ઉજવણી સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે રાખવામાં આવી છે. તે સ્પષ્ટ છે કે સલમાન ખાન ત્યાં હશે. અન્ય સ્ટાર્સ પણ સાથે જોડાશે.

અનિલ કપૂર – બોલિવૂડના સુપરસ્ટાર અનિલ કપૂરનો પરિવાર પણ બોલિવૂડના મોટા પરિવારમાં શામેલ છે. અનિલ કપૂરના ઘરે પણ આ વખતે દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમ સાથે ઉજવવા માટે તૈયાર થઈ રહ્યો છે. બોની કપૂર અને સંજય કપૂરનો પરિવાર તેમ જ અન્ય ફિલ્મ સ્ટાર્સ પણ હશે.

શિલ્પા શેટ્ટી- બોલીવુડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં ઘરે પણ ભવ્ય ગ્રાન્ડ દિવાળી સેલિબ્રેશન થશે.

ઉલ્લેખનીય છે કે આ તમામ પાર્ટી દિવાળીનાં દિવસે લક્ષ્મી પૂજન પછી શરૂ થશે.

READ ALSO

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!