GSTV
Home » News » સલમાનના બોડીગાર્ડ શેરાનો છે મહિને આટલો પગાર, તેની લાઈફસ્ટાઈલ છે કંઈક આમ

સલમાનના બોડીગાર્ડ શેરાનો છે મહિને આટલો પગાર, તેની લાઈફસ્ટાઈલ છે કંઈક આમ

સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા અત્યારે એક વીડિયોને લઈને ચર્ચામાં છે. શેરાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં શેરા એક વ્યક્તિને કસરત કરાવવાની કોશિશ કરી રહ્યો છે. આ વીડિયો ઘણો ફની છે અને 2 લાખ લોકો તેને જોઈ ચૂક્યા છે.

વીડિયોમાં શેરાએ તેના માલિક એટલે કે સલમાન ખાનની એક્ટિંગ કરવાની કોશિશ કરી છે. શેરા તેની કોશિશમાં સફળ પણ રહ્યો છે. શેરા સલમાનનો સૌથી વફાદાર પર્સનલ બોડીગાર્ડ છે. તે ઈન્સ્ટાગ્રામ પણ ઘણો એક્ટિવ રહે છે. શેરાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ @beingshera છે. જ્યારે સલમાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ @beingsalmankhan છે.

શેરા તેના માલિકની દરેક વસ્તુ ફોલો કરે છે. સલમાનની જેમ શેરાને પણ જિમમાં જવાનો ખૂબ શોક છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમના ઘણા બધા ફોટા અને વીડિયો શેર કર્યા છે. શેરાના આ એકાઉન્ટ પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે. શેરા તેના માલિકની જેમ રોયલ લાઈફ જીવે છે. તેની લાઈફસ્ટાઈલ પણ કોઈ સેલેબ્રિટીથી ઓછી નથી.

તેની સાબિતી ઈન્સ્ટાગ્રામ પર કરેલા ફોટા દ્વારા જાણવા મળે છે. શેરાના કેટલાક ફોટામાં તે પર્સનલ ચોપર અને પર્સનલ પ્લેનમાં સફર કરતો જોવા મળે છે. વિદેશમાં આવન-જાવન અને મોટા મોટા સ્ટાર્સ સાથે પાર્ટી તેની લાઈફસ્ટાઈલમાં સામેલ છે. થોડા સમય પહેલા જ શેરાને બેસ્ટ સેલેબ્રિટી બોડીગાર્ડ 2019નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. એ ઉપરાંત શેરા તેના માલિક સાથે તસવીરો પણ શેર કરે છે. શેરાનો જન્મ દિવસ 19મેના રોજ હતો. શેરા 20 વર્ષથી સલમાન ખાનનો બોડીગાર્ડ છે.

મીડિયા અહેવાલ અનુસાર, શેરાનો પગાર દર મહિને 15 લાખ છે. સલમાનની બોડીગાર્ડ ફિલ્મ પણ શેરાના જીવન પર પ્રેરિત હતી. શેરા અમિતાભ બચ્ચન જેવા મોટા કલાકારનો પણ સિક્યોરિટી રહી ચૂક્યો છે. શેરાનો દીકરો ટાઈગર છે. સલમાન ટાઈગરને પોતાનો ભત્રીજો માને છે. જાણકારી મળી છે કે સલમાન ટાઈગરને બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.

Read Also

Related posts

રિતેશ પણ હતો વિદ્યા બાલનનો દીવાનો, હે બેબીના સેટ આ રીતે કહ્યું હતું આઈ લવ યુ…

Dharika Jansari

માધુરી દીક્ષિતે 20મી એનિવર્સરી પર પતિને KISS કરતો રોમેન્ટિક ફોટો કર્યો શેર

Dharika Jansari

ગુજરાત પોલીસનો અનોખો નુસખો, પોલીસ પણ રંગબેરંગી લાઈટથી હશે સજ્જ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!