GSTV

સલમાન ખાનને મોટો ઝાટકો, પહેલાં જ દિવસે લીક થઇ ગઇ ફિલ્મ ‘ભારત’

સલમાન ખાનની ઈદ પર રિલીઝ ભારતને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એવી અપેક્ષા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ કરશે પરંતુ આ દરમિયાન ભારતને લીક કરવામાં આવી હોય તેવા અહેવાલો નિર્માતાઓ માટે મોટો ખતરો બની શકે છે.

મળતી માહિતી મુજબ તમિલ રોકેર્સ નામની વેબસાઇટે સલમાન ખાનની ફિલ્મ ભારતને લીક કરવામાં આવી છે. ઑનલાઇન લીક્સના કારણે પ્રોડ્યુસરોને નુકશાન સહન કરવું પડી શકે છે. 100 કરોડના બજેટમાં સલમાન ખાનની આ ફિલ્મ બેવડો પડકાર સહન કરવો પડી શકે છે. ભારત પર વર્લ્ડ કપની મેચોની અસર પડે તેવી શક્યતા છે એવામાં પ્રોડ્યુસરને ફીલ્મ ઓનલાઈન લીક થવાની ખબર મોટા જટકા સમાન છે.

સલમાન ખાન પહેલેથી જ ફિલ્મ પાઈરસી વિશે ચિંતા વ્યક્ત કરી દીધી છે. ભારતના પ્રમોશન દરમિયાન સલમાન ખાને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ ત્રણસો કરોડ રૂપિયા ત્યારે કમાશે જ્યારે તે થિયેટરમાં જોવામાં આવશે. સલમાનના આ જવાબથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ઑનલાઇન ફિલ્મની પાઈરસીથી ફિલ્મની કમાણી પર ભારે અસર પડે છે.

જણાવી દઈએ કે તમિલ રોકેર્સે આ પહેલા ઑનલાઇન ઘણી મોટી ફિલ્મોને લીક કરી દીધી છે. આ વેબસાઈટ સામે ઘણી ફરિયાદો નોંધાવવામાં આવી હતી. છેલ્લાં કેટલાક સમયથી એ જોવા મળ્યું છે કે ફિલ્મોને રિલીઝ કરવામાં આવ્યાની સાથે લીક કરવામાં આવી જાય છે. તેનાથી ફિલ્મની કમાણી પર ખરાબ અસર છે. તાજેતરમાં આમિર ખાનની ફિલ્મ થગ્સ ઓફ હિંદુસ્તાનને લીક કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

OMG: આ દેશમાં ટામેટાની રખેવાળી માટે ખેડૂતોએ હથિયારબંધ રક્ષકો રાખ્યા, કારણ જાણશો તો..

pratik shah

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી હિમસન કંપનીમાં આગ લાગતા મચી અફરાતફરી

Nilesh Jethva

અમેરિકામાં ગુજરાતી યુવકોની હત્યા બાદ વાયરલ થયેલા વીડિયો અંગે થયો આ ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!