GSTV
Home » News » જેલમાં પણ ઓછું ન થયું સલમાનનું સ્ટારડમ, જેલ સ્ટાફ સાથે સેલ્ફી-ઓટોગ્રાફ લેવામાં વ્યસ્ત ભાઈજાન 

જેલમાં પણ ઓછું ન થયું સલમાનનું સ્ટારડમ, જેલ સ્ટાફ સાથે સેલ્ફી-ઓટોગ્રાફ લેવામાં વ્યસ્ત ભાઈજાન

કાળીયાર શિકાર મામલે દોષી કરાર સલમાન પાછલાં 2 દિવસથી જેલમાં છે. ભાઈજાનની ફેન ફોલોઈંગ જેલમાં પણ જોવા મળી. જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ સલમાન જેલ કર્મચારીઓ અને તેમના પરિવારને ઓટોગ્રાફ આપી રહ્યો છે અને તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરાવી રહ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ, જેલ સ્ટાફ અને પ્રશાસને પોતાના સંબંધીઓ, બાળકો અને બીજા પરિવારના સદસ્યોની મુલાકાત સલમાન સાથે કરાવી. મળ્યા બાદ સલમાને બધાને સેલ્ફી અને પણ ઓટોગ્રાફ આપ્યો.

જેલમાં ડીઆઈજી એ જેલરે પોતાના પરિવાર સાથે સલમાનની મુલાકાત કરાવી સાથે જ સેલ્ફી પણ ક્લિક કરી ત્યાર બાદ જેલમાં સેલ્ફી ફીવર છવાઈ ગયો અને ઘણા પોલિસ કર્મચારીઓએ એક પછી એક સેલ્ફી ક્લિક કરાવી.

જેલનો સ્ટાફ સલમાન સાથે સેલ્ફી ક્લિક કરાવવાનો આગ્રહ કરતો રહ્યો અને ભાઈજાને પોતાના ચાહકોની આ ઈચ્છા પુરી પણ કરી. ફક્ત આટલું જ નહીં કર્મચારીઓએ સલમાનની બહેન અલવીરા અને અર્પિતા સાથે પણ ફોટા પડાવ્યા.

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!