GSTV
Home » News » સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ

સલમાનની એક્સ ગર્લફ્રેન્ડે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, પાર્ટીના ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ

9 જુલાઈએ સલમાન ખાન અને તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીનો જન્મ દિવસ હતો. સંગીતાએ નજીકના મિત્રો સાથે 54મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેની પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. પાર્ટીની શાન સલમાન ખાન અને તેની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર.

સલમાન ખાન, યુલિયા વંતૂર, મોહનીશ બહલ, પ્રોડ્યૂસર સાજિદ નડિયાદ વાળા અને પત્ની વર્ધા પણ જોવા મળી હતી. બર્થ ડે ગર્લ સંગીતા બ્લેક આઇટફિટમાં સ્ટનિંગ લાગી રહી હતી. 80 અને 90ના દાયકામાં સલમાન અને સંગીતા ના અફેરની ચર્ચા થતી હતી અને તે બંને લગ્ન કરશે તેવું લાગી રહ્યું હતું.

પરંતુ આગળ જઈને તેમનો સંબંધ તૂટી ગયો. પણ બ્રેકઅપ પછી પણ સલમાન અને સંગીતા સારા મિત્ર બનેલા છે. બર્થ ડે પાર્ટીમાં સલમાન સાથે તેની ગર્લફ્રેન્ડ યુલિયા પણ જોવા મળી તે કંઈ સરપ્રાઈઝથી ઓછું નહોતું. ફોટામાં યુલિયા અને સંગીતાની વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું.

આ પહેલા પણ સલમાનની બર્થ ડે પાર્ટીમાં બંને સાથે જોવા મળી હતી. અત્યારે સલમાન અને વંતૂર એકબીજાને ડેટ કરી રહ્યાના સમાચાર છે. જોકે બંનેએ તેમના સંબંધનો ખુલાસો કર્યો નથી. સલમાન ખાન અત્યારે તેની આવનારી ફિલ્મ દબંગ-3ના શૂટિંગમાં વ્યસ્ત છે.

મૂવીમાં સલમાન ઉપરાંત સોનાક્ષી સિન્હા, સાઉથનો સુપર સ્ટાર સુદીપ જોવા મળશે. તેને પ્રભુ દેવા ડાયરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ઉપરાંત સલમાન, આલિયા ભટ્ટની સાથે ઈન્શાહઆલ્લાહમાં દેખાશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી ડાયરેક્ટ કરી રહ્યો છે. પહેલી વાર આલિયા અને સલમાનની જોડી જોવા મળશે.

Read Also

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

સૌરવ ગાંગુલીના આવવાથી સિસેક્શન મીટિંગમાં રવિ શાસ્ત્રીની ‘નો એન્ટ્રી’, શા માટે?

Dharika Jansari

મહાપર્વ દિવાળી પહેલાં યાદ કરી લો આ 6 ઉપાય, શુભ રહેશે તમારી દિવાળી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!