GSTV
Bollywood Entertainment Trending

કેટરિના-યુલિયાના દિવસો ગયાં! સલમાને આ નવી હસીના સાથે IIFAમાં કરી એન્ટ્રી, બી-ટાઉનમાં છે આવી ચર્ચા

બુધવારે મુંબઇમાં આઇફા અવોર્ડસનો રંગારંગ કાર્યક્રમ યોજાયો. જ્યાં બોલીવુડના જાણીતા સ્ટાર્સે હાજરી આપી. આ દરમિયાન એક્ટ્રેસીઝે પોતાના હુસ્નનો જલવો વિખેર્યો. આ દરમિયાન એક્ટ્રેસીસે પોતાના હુસ્નનો જલવો વિખેર્યો. અવોર્ડ નાઇટમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી. પરંતુ સલમાને એકલા એન્ટ્રી કરી ન હતી. સલમાન ખાન સાથે એક ખૂબસુરત એક્ટ્રેસ પણ હતી. તેવામાં બી-ટાઉનની ગલીઓમાં ચર્ચા થઇ રહી છે કે આખરે આ હસીના કોણ છે?

સલમાન ખાને આઇફા અવોર્ડઝમાં એક્ટર મહેશ માંજરેકરની દિકરી સઇ માંજરેકર સાથે એન્ટ્રી કરી હતી. સલમાન ખાનનો સાથ મળવાથી સઇની અવોર્ડ નાઇટમાં જબરદસ્ત ચર્ચા થઇ.

જણાવી દઇએ કે સલમાન ખાન દબંગ 3માં મહેશ માંજરેકરની દિકરી સઇને લૉન્ચ કરી રહ્યો છે. સલમાન બ્લૂ સૂટ, બ્લેક શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. સાથે સઇ યલો એન્ડ પિંક લહેંગામાં ખૂબસુરત લાગી રહી હતી.

સઇએ પોતાનો લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. તેણે ન્યૂડ મેકઅપ કૅરી કર્યો હતો. સલમાન અને સઇએ મીડિયાને પોઝ આપ્યાં હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

દબંગ 3 સઇની પહેલી બોલીવુડ ફિલ્મ છે. સઇ ઉપરાંત આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, કિચ્ચા સુદીપ પણ મહત્વની ભુમિકામાં નજરે આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં મહેશ માંજરેકરનો કેમિયો રોલ છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, સઇ ફિલ્મમાં સેકેન્ડ લીડ એક્ટ્રેસ હશે. સઇને સલમાનના યુવા કિરદારની પ્રેમિકા તરીકે દર્શાવવામાં આવશે.  જણાવી દઇએ મહેશ માંજરેકર અને સલમાન સારા મિત્રો છે.

Read Also

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV