GSTV

શાહરુખની મદદ માટે “મન્નત” આવી પહોંચ્યા સલમાન ખાન, આર્યનને મળશે જામીન કે…

Last Updated on October 13, 2021 by Zainul Ansari

ડ્રગ કેસમા જ્યારથી આર્યનનું નામ ઉછાળ્યું છે ત્યારથી લઈને હાલ સુધીમા ફિલ્મજગતમાં અનેક પ્રકારના નિવેદનો બહાર આવ્યા છે. કોઈએ શાહરુખ અને આર્યનના પક્ષમા સાંત્વનાભર્યા નિવેદનો આપ્યા છે તો અમુક લોકોએ તેનો વિરોધ પણ કર્યો છે અને વિવાદાસ્પ્દ નિવેદન પણ આપ્યા છે ત્યારે હાલ આ બધી સ્થિતિ વચ્ચે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન થોડા સમય પહેલા શાહરૂખ ખાનના ઘરે ‘મન્નત’ પહોંચ્યો હતો.

તમને જણાવી દઈએ કે, કોર્ટમાં આર્યન ખાનના જામીન બાબતે હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સલમાન શાહરૂખના આ કપરા સમયમા તેની મદદે ઘરે આવી પહોંચ્યા હતા. શાહરૂખ ખાને હજુ સુધી પણ કોર્ટની એક પણ કાર્યવાહીમાં હાજરી આપી નથી. કોર્ટના દરેક સેશનમાં તેની મેનેજર પૂજા દદલાની અને બોડીગાર્ડ્સ જોવા મળ્યા હતા.

સલમાન શાહરૂખને મળવા પહોંચ્યો :

સલમાન ખાન ગઈકાલે તેના પિતા સલીમ ખાન સાથે શાહરૂખ ખાનને મળવા પહોંચ્યો હતો અને આજે ફરી તે શાહરુખના ઘરે પહોંચ્યો હતો. સલમાન ખાન મન્નત આવતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પૂજા દદલાની વર્ષ ૨૦૧૨થી શાહરૂખ ખાનની મેનેજર છે. તે તેમના પરિવારની ખુબ જ નજીક છે. જ્યારે તેની જામીન અરજી નકારી કાઢવામાં આવી ત્યારે તે આર્યન ખાન માટે કોર્ટમાં રડતી પણ જોવા મળી હતી.

આર્યન ખાનને ૨ ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ક્રુઝ શિપમાં થયેલી ડ્રગ પાર્ટી સાથે સંડોવણી હોવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું નથી. ધરપકડ બાદથી આર્યન સતત ટ્રોલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાનના સમર્થનમાં હાલ આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સામે આવી છે. રવિના ટંડને ટ્વીટ કર્યું હતું કે, હાલ એક ખુબ જ ગંદી રાજનીતિ રમાઈ રહી છે. આ યુવાનના ભવિષ્ય સામે રમત રમાઈ રહી છે.

તાજેતરમાં એવી પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે આર્યન ખાનની ધરપકડ રાજનીતિ સાથે જોડાયેલી છે. પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આર્યન ખાન અને એનસીબી સાથે સેલ્ફી લેનાર વ્યક્તિની ઝાટકણી કાઢી હતી. આર્યન સાથે વાયરલ સેલ્ફીમાં જોવા મળેલા વ્યક્તિને રાજકારણીઓનો ખાનગી જાસૂસ કહેવામા આવ્યો હતો. આ કેસ વચ્ચે આર્યન અને શાહરૂખ ખાનના સમર્થનમાં ઘણા કલાકારો આવ્યા હતા.

Read Also

Related posts

Jab We Met / સગાઈ માટે છોકરો જોવા આવે તેના એક દિવસ પહેલા જ તરૃણી ગાયબ

Bansari

રસીકરણમાં ભારતના માસ્ટરસ્ટ્રોક પર વિશ્વના સૌથી ધનિક મનુષ્ય થયા ફિદા, આખી દુનિયાને આપી આપણી પાસેથી કંઈક શીખવાની સલાહ

Pritesh Mehta

મુસાફરો આનંદો: શહેરમાં પરિવહન માટે BRTSનો ઉપયોગ કરનારાઓ હવે મેળવી શકશે માસિક પાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!