B’day Special : જ્યારે એક જ રાતમાં સલમાનના 40 ફોન કૉલ્સથી થથરી ઉઠ્યો હતો વિવેક ઓબેરોય

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજે 27 ડિસેમ્બરે પોતાનો 53મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. તેવામાં તેમના બર્થ ડે પર ફરી એકવાર નજર કરીએ એક્ટર વિવેક ઓબેરોય સાથે થયેલા તેમના ઝગડા પર. જણાવી દઇએ કે વિવેકે એક સમયે એવી હિંમત દેખાડી હતી કે આ હિંમત તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઇ અને તેના કરિયરની પડતીની શરૂઆત થઇ. આ ભૂલ હતી એશ્વર્યા અને સલમાન ખાનના સંબંધો અને ઝગડાની પોલ પ્રેસકોન્ફરન્સમાં ખોલવી.

આ તે સમયની વાત છે જ્યારે એશ્વર્યા અને સલમાનના સંબંધો વણસી ગયા હતા. સલમાનને તે વાતનો અહેસાસ હતો કે એશ સાથે તેમના સંબંધો હવે પૂરા થઇ ગયા છે પરંતુ તેમ છતાં તે આ સંબંધને સમય આપી રહ્યાં હતા. પરંતુ આ વચ્ચે વિવેક ઓબેરોય તેમની આ લવ સ્ટોરીમાં વચ્ચે કૂદી પડ્યો.

એશ્વર્યા પહેલાંથી જ સલમાનના પ્રેમમાં દુખી હતી અને તેવામાં વિવેક એશ્વર્યાનો સહારો બન્યો, પરંતુ એશને સંભાળવાના ચક્કરમાં તે દિવસે વિવેકે જે કર્યુ તેનાથી તેનું કરિયર બરબાદ થઇ ગયુ. હકીકતમાં સલમાનના કાન સુધી વિવેક અને એશ્વર્યાના અફેરની વાત પહોંચી ગઇ હતી. ગુસ્સામાં સલમાને વિવેકને ફોન કર્યો.

સલમાનને ખબર ન હતી કે વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સને બોલાવી છે. વિવેકે આનો ફાયદો ઉઠાવ્યો અને અચાનક તેણે મીડિયાને કહ્યું કે તે તેમને કંઈક કહેવા માંગે છે અને આમ કહીને, તેણે સલમાનનો આખો ચિઠ્ઠો ખોલીને મુકી દીધો. વિવેકે કહ્યું, “સલમાને મને 41 વખત કૉલ કર્યા છે અને ધમકી આપે છે. તમે આ મિસ્ડ કોલ્સ જુઓ … સલમાન મને પીટવાની અને મારી નાખવાની ધમકી આપે છે. ‘

વિવેકને લાગ્યું કે એશ્વર્યા તેના સપોર્ટમાં છે અને તેનો જ ફાયદો ઉઠાવીને સલમાનને લઇને વિવેક ઘણુંબધુ બોલી ગયો. તેવામાં મીડિયા સામે વિવેકે સલમાનને વૃદ્ધ કહેવાની સાથે સાથે સલમાનને એવો એક્ટર પણ કહી દીધો જેની પાસે હવે કોઇ કામ નથી રહ્યું. વાત વાતમાં જ વિવેકે સલમાનને ખુલેઆમ લેન્જ કરી દીધો. વિવેકના આ ખુલાસાઓ સલમાનની ઉંઘ હરામ કરી નાંખી અને તે ગુસ્સે ભરાયો. જો કે તે સમયે સલમાને મૌન ધારણ કરી લીધું.

જો કે વિવેકની આ હરકતથી ઐશ્વર્યા પણ નારાજ થઇ અને તેના માટે એશે વિવેકની ઝાટકણી પણ કાઢી. સાથે જ કહ્યું કે તેણે આવું કરવું જોઇતું ન હતું. એશનું આવું વલણ જોઇને વિવેક ગભરાઇ ગયો. તેને લાગ્યું કે સલમાનને લઇને એશ તેનો સપોર્ટ કરશે પરંતુ અહીં થયું કંઇક ઉલ્ટુ.

વિવેકે પોતાના વધતા સ્ટરડમનો લાભ ત્યારે ઉઠાવ્યો જ્યારે તે સલમાન વિશે મનફાવે તેમ બોલી રહ્યો હતો અને તે જ દરમિયાન કોઇએ સલમાનનો નંબર ડાયલ કરી દીધો. વિવેકે જે પણ કહ્યું તે સલમાને સાંભળી લીધું. તે પછી જે થયું તે સૌકોઇ જાણે છે.


એશ્વર્યા પોતાના જીવનમાં આગળ વધી ગઇ જ્યારે વિવેકનું કરિયર અને સ્ટારડમ ડૂબી ગયુ. સલમાન, એશ્વર્યા અને વિવેક ઓબેરોય વચ્ચે જો કોઇને સૌથી વધુ નિકસાન થયું હોય તો તે વિવેક જ છે. એક સમયે વિવેક ઓબેરોય સફળતાની ચરમ સીમાએ હતો જ્યારે આજે તે ગણીગાંઠી ફિલ્મોમાં જોવા મળે છે. સલમાન અને એશ્વર્યાથી પણ તે હવે દૂર રહે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter