GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

જો એ રાતે સલમાન ખાન તેના ઘરે ના ગયો હોત તો ડેવિડનો આ છોકરો ક્યારેય હિરો ના બન્યો હોત

આજે જે સ્ટેજ પર વરૂણ ધવન બોલીવુડમાં છે તેમાં સુપરસ્ટાર સલમાન ખાને મોટો ફાળો આપ્યો છે. હા, દિગ્દર્શક ડેવિડ ધવનનો આ દીકરો કદાચ તે દિવસે હીરો ન બની શક્યો હોત જો તે રાત્રે સલમાન ખાન વરુણ ધવનના ઘરે ન પહોંચ્યો હોત. હકીકતમાં, વરૂણ ધવન ડેવિડનો સૌથી નાનો પુત્ર છે અને આ કારણે તેને શરૂઆતથી જ પ્રેમ અને સ્નેહ મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે વરુણ શરૂઆતમાં એકલશૂરો રહેતો હતો. રૂમની ચાર દિવાલોમાં જ રહેવાનું પસંદ કરતો હતો. તેને બીજાઓ સાથે વિશેષ લગાવ નહોતો. ડેવિડ આને કારણે થોડો અસ્વસ્થ પણ રહેતા હતા. એકવાર સલમાન ખાન અચાનક ડેવિડ ધવનના ઘરે પહોંચ્યો. ડેવિડ અને સલમાન ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ મિત્રોમાંના એક રહ્યા છે. ડેવિડ સાથેની વાતચીત દરમિયાન સલમાનને લાગ્યું કે તે નારાજ છે. સલમાનની વિનંતી પર ડેવિડે વરુણ ધવન વિશે વાત કરી. ડેવિડે સલમાનને કહ્યું કે તે વરુણથી નારાજ છે. કારણ એ છે કે તે વરૂણના ભવિષ્યને લઈને ચિંતિત છે. આવો બેદરકાર છોકરો આગળ કંઇ કરી શકશે કે કેમ તે તેઓ કંઈ સમજી શક્યા નહોતા. વરુણ ધવન સલમાન ખાનનું ખૂબ માન રાખે છે. વરુણ નાનપણથી જ સલમાનના ચાહક છે. આજે પણ તેની એક્ટિંગમાં સલમાનની સ્વેગ જોવા મળી રહી છે. પછી સલમાન ખાને વરૂણ સાથે જાતે જ વાત કરવાનું વિચાર્યું અને તેને ઘરની બહાર બોલાવ્યો.

રુણની વ્હારે આવ્યો હતો સલમાન

સલમાને વરુણ ધવનને પૂછ્યું કે તે શું કરવા માગે છે. વરુણ પોતાના સ્ટારને તેની સામે જોઈને તે સમયે કંઈ બોલી શક્યો નહીં. જોકે, સલમાને વરુણ સાથે શું કરવું તે નક્કી કર્યું હતું. સલમાને વરૂણને કહ્યું કે હવે ગંભીર થઈ જા અને શરીર પર કામ કરવાનું ચાલુ કરી દે. તારે હીરો બનવાનું છે. વરુણ તેના સ્ટારની વાત કેવી રીતે કાપી શકે. આ તે રાત છે જે પછીના દિવસે સવારે એક અલગ વરુણ ધવન જોવા મળ્યો હતો. વરૂણ ધવને પોતાના શરીર પર કામ કરવાનું શરૂ કર્યું. અભિનય પર કામ કરવાનું શરૂ કર્યું. કામ પ્રત્યે ગંભીર રહેવા લાગ્યો. આ પછી, ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી તેણે કારકિર્દી શરૂ કરતા પહેલા, તેણે ‘માય નેમ ઇઝ ખાન’માં પણ કરણ જોહરની મદદ પણ કરી હતી.

સલમાનની નજરમાં વરુણ ખરો ઉતર્યો

ફિલ્મ પંડિતો હવે તેને બોલીવુડના આગામી સદાબહાર સ્ટાર તરીકે જોઈ રહ્યા છે. આનું કારણ પણ સ્પષ્ટ છે. તેની ફિલ્મો જુઓ. તેની એક્ટિંગ જુઓ અને ફિલ્મોની કમાણી જુઓ. જો તમે કોઈપણ સ્ટારનું મૂલ્યાંકન કરવા માંગતા હો, તો તેના તરફનો તેના ચાહકોનો પ્રેમ જુઓ. તેનું કામ જુઓ. આ રીતે અભિનેતા તેને એવા મુકામે પહોંચાડી દે છે જેને વરૂણે ખૂબજ સારી રીતે કરીને નિભાવ્યું છે. આજે વરૂણ ધવન બોલિવૂડનો એકમાત્ર એવો યુવા સ્ટાર છે, જેની લગભગ તમામ ફિલ્મો હિટ ગઈ છે. વરુણ આજે બોક્સ ઓફિસ પર છવાયેલો રહ્યો છે. દરેક નિર્દેશક તેમની સાથે ફિલ્મ બનાવવા માંગે છે. વરુણની અભિનય અંગે શરૂઆતમાં સવાલ પણ ઉઠ્યા કે તે ગોવિંદા અને સલમાનની માત્ર કોકટેલ છે, તેણે ‘બદલાપુર’ અને ઓક્ટોબર’ જેવી ફિલ્મોથી સાબિત કર્યું કે તે એક એક સક્ષણ અભિનેતા પણ છે.

READ ALSO

Related posts

સુરતથી 446 ટ્રેન ઉપડી: 7 લાખ શ્રમિકોની વતન વાપસી, સૌથી વધુ ટ્રેનો આ રાજ્યની

Bansari

આમ આદમીને વધુ એક ડામ: ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યાં, હવે તમારે ચુકવવી પડશે આટલી કિંમત

Bansari

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!