સલમાન ખાન સૂરજ બડજાત્યા સાથે મળી બનાવશે ફેમિલી ડ્રામા, ફરી પ્રેમ છવાશે

મૈને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈ, હમ આપકે હૈ કોન અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો બનાવનાર સૂરજ બડજાત્યા ફરી એક વાર સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવા તૈયાર છે. સલમાન સાથે તે પોતાની નવી ફિલ્મ પ્લાન કરી રહ્યાં છે. સૂરજે કહ્યું હતું કે તે સલમાન સાથે ફરી એક વાર ફેમિલી ડ્રામા બનાવશે.

સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ બંનેએ 4 ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. આ ફિલ્મોને એક મોટી સફળતા હાથ લાગી છે. સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મ ફેમિલી ડ્રામા છે. જે એક ઈમોશનલ મ્યુઝિકલી ડ્રામા હશે. હાલમાં સૂરજ તેમના પુત્ર અવિનેશ બડજાત્યાની ફિલ્મ પર કામ કરી રહ્યો છે. જે એક ડિરેક્ટર તરીકે પોતાની કારકીર્દીની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન કરી રહયાં છે.

સલમાન અને સૂરજ બંને ભેગા મળી ઍક્શન ફિલ્મ પર કામ કરશે, પરંતુ સૂરજે કહ્યું હતું કે આ સમાચાર ખોટા છે. મેં સલમાનને એક સ્ક્રિપ્ટ સંભળાવી છે તે તેને ગમી પણ છે. અમારી ફિલ્મમાં બનેલી દરેક વસ્તુ રાજશ્રી પ્રોડક્શન તરીકે જાણીતી રહેશે. જ્યારે પણ મારી ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર થઈ જશે ત્યારે સલમાને મને કહ્યું છે કે તે ફિલ્મ માટે પણ તૈયાર રહેશે.

આ દિવસોમાં સલમાન અલી અબ્બાસ ઝફરની સાથે ‘ભારત’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ‘ભારત’ આ વર્ષે (2019) ઇદ પર રિલિઝ થશે. ભારતમાં ફિલ્મમાં કેટરિના કૈફ, તબુ અને દિશા પટની, સલમાન સાથે છે. ‘ભારત’ પછી તરત જ સલમાન ખાન ‘દબંગ 3’ પર કામ શરૂ કરશે. સલમાનની પાસે ભાઈ સોહેલ ખાનની ફિલ્મ શેરખાન અને નિર્માતા-દિગ્દર્શક સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કિક-2 પણ છે. સમાચાર એ છેકે, આ બે ફિલ્મોની સ્ક્રીપ્ટ પર કામ ચાલું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter