GSTV
Home » News » સલમાન ખાનની ‘લવ સ્ટોરી’ 19 વર્ષ બાદ, એ પણ આ ખાસ વ્યક્તિ સાથે

સલમાન ખાનની ‘લવ સ્ટોરી’ 19 વર્ષ બાદ, એ પણ આ ખાસ વ્યક્તિ સાથે

બોલીવુડના ભાઇજાન સલમાન ખાને પોતાના કરિયરમાં અનેક પ્રકારની ફિલ્મો કરી છે. સલમાન જેટલી સહજતાથી એક્શન ફિલ્મો કરે છે એટલી જ સહજતાથી તે રોમેન્ટિક ફિલ્મો પણ કરે છે. વર્ષ 1999માં આવેલી સલમાન ખાનની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ કોઇ કેવી રીતે ભૂલી શકે.

ફિલ્મમાં સલમાન ખાન સાથે ઐશ્વર્યા રાય પણ ચમકી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરી હતી. તાજેતરમાં જ હવે જાણવા મળી રહ્યું છે કે 19 વર્ષ બાદ ફરીથી સલમાન અને સંજય લીલા ભણસાલી એકસાથે કામ કરતાં જોવા મળશે.

એક અહેવાલ અનુસાર સંજય અને સલમાન ઘણાં દિવસોથી સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યાં છે. હવે સંજયે આખરે એક સ્ક્રીપ્ટને ફાઇનલ કરી દીધી છે. આ એક લવ સ્ટોરી છે. આ ફિલ્મ આ વર્ષે અંત સુધી રીલીઝ થઇ શકે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમા આજકાલ ફિલ્મ ભારતના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ, દિશા પટણી, સુનીલ ગ્રોવર અને જેકી શ્રોફ મુખ્ય ભુમિકામાં છે. તેનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યુ છે. ફિલ્મ ઇદ પર રીલીઝ થશે.

Read Also

Related posts

વર્લ્ડ કપ પછી ભારતને ત્રીજો ઝટકો, ધવન-ભુવી પછી આ ખોલાડી પણ મેચની બહાર

Kaushik Bavishi

ગુજરાતના આ ધારાસભ્યએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

વડોદરાની પાનેલી કંપનીમાં સાત જેટલા કર્મચારીઓને આંખોની રોશની જતી રહી, ત્રણની હાલત ગંભીર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!