GSTV
Home » News » સલમાન યૂલિયાને છોડી આ સેક્સી એક્ટ્રેસ સાથે સેલિબ્રેટ કરશે વેલેન્ટાઇન, ટૂંક સમયમાં કરી લેશે લગ્ન

સલમાન યૂલિયાને છોડી આ સેક્સી એક્ટ્રેસ સાથે સેલિબ્રેટ કરશે વેલેન્ટાઇન, ટૂંક સમયમાં કરી લેશે લગ્ન

બોલીવુડના દબંગ ખાન સલમાન ખાનનું નામ આમ તો અનેક હસીનાઓ સાથે જોડાઇ ચુક્યું છે. પરંતુ કેટરિના સાથે તેનો સંબંધ કંઇક ખાસ છે. સલમાન હાલ કેટરિના સાથે ફિલ્મ ભારતના શુટિંગમાં વ્યસ્ત છે. સલમાન અને કેટ એક સમયે રિલેશનશીપમાં હતા. બંને ઘણા વર્ષો સુધી રિલેશનમાં રહ્યાં હતાં પરંતુ કોઇ કારણોસર તેમણે અલગ થવાનો નિર્ણય લીધો. જો કે બંનેએ ક્યારેય પોતાના આ રિલેશનશીપનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો. તેવામાં હવે સલમાન અને કેટરિના વેલેન્ટાઇન ડે પર સાથે હશે તેવી ખબરો મળી રહી છે.

એક અહેવાલ અનુસાર સલમાન અને કેટરિના વેલેન્ટાઇન ડે પર ભારતના શુટિંગમાં વ્યસ્ત હશે. 14 ફેબ્રુઆરીના રોજ બંને ભારત માટે એક સીકવન્સ શુટ કરશે. તેઓ આ સ્પેશિયલ ડે એકબીજાની સાથે પસાર કરશે.

સલમાન ખાન અને કેટરિના કૈફના સંબંધો કેટલા ઘનિષ્ઠ છે તે સૌકોઇ જાણે છે. કેટરિના કૈફને થોડી પણ તકલીફ પહોંચે તે પહેલાં તો ભાઇજાન તેની વ્હારે પહોંચી જાય છે. તેવામાં હવે તેવા અહેવાલ મળી રહ્યાં છે કે સલમાન ખાન અને કેટરિના કૈફ લગ્ન કરવા જઇ રહ્યાં છે.

તમે કંઇ બીજુ વિચારે તે પહેલાં જ સ્પષ્ટતા કરી દઇએ કે વર્ષ 2018થી સલમાન ખાનની ફિલ્મ ભારત ચર્ચામાં છે અને હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ફિલ્મમાં હવે એક સૉન્ગનુ શુટિંગ થવા જઇ રહ્યું છે જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફ નજરે પડશે. આ સૉન્ગમાં વેડિંગ સિકવન્સ દર્શાવવામાં આવશે.

જણાવી દઇએ કે ભારતને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે અને આ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની રિમેક છે. જે વર્ષ 2014માં રિલિઝ થઇ હતી. ફિલ્મમાં તબૂ, જેકી શ્રોફ અને કેટરિના કૈફ પણ જોવા મળશે.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!