GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ના હોય! સલમાન-કેટરિના કરવા જઇ રહ્યાં છે લગ્ન! જોરશોરથી થઇ રહી છે તૈયારીઓ

સલમાન ખાન અને કેટરિના કૈફના સંબંધો કેટલા ઘનિષ્ઠ છે તે સૌકોઇ જાણે છે. કેટરિના કૈફને થોડી પણ તકલીફ પહોંચે તે પહેલાં તો ભાઇજાન તેની વ્હારે પહોંચી જાય છે. તેવામાં હવે તેવા અહેવાલ મળી રહ્યાં છે કે સલમાન ખાન અને કેટરિના કૈફ લગ્ન કરવા જઇ રહ્યાં છે.

તમે કંઇ બીજુ વિચારે તે પહેલાં જ સ્પષ્ટતા કરી દઇએ કે વર્ષ 2018થી સલમાન ખાનની ફિલ્મ ભારત ચર્ચામાં છે અને હાલ આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ફિલ્મમાં હવે એક સૉન્ગનુ શુટિંગ થવા જઇ રહ્યું છે જેમાં સલમાન ખાન અને કેટરિના કૈફ નજરે પડશે. આ સૉન્ગમાં વેડિંગ સિકવન્સ દર્શાવવામાં આવશે.

એક અહેવાલ અનુસાર સલમાન અને કેટરિના આ સૉન્ગ માટે વેડિંગ સીકવન્સ શૂટ કરશે. જો કે ફિલ્મમાં ઘણાં સૉન્ગ્સ છે પરંતુ જે સૉન્ગનું શુટ કરવામાં આવી રહ્યું છે તેમાં વેડિંગ સીકવન્સ છે અને તે બંને સ્ટાર્સ સાથે શૂટ થશે.

આ વેડિંગ સીકવન્સ માટેની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. તેના માટે સેટને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આ સૉન્ગ અપબીટ સૉન્ગ છે જેમાં દર્શકોને ફેસ્ટિવ ફીલ આવશે.

ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાનના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ ‘ભારત’ની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. હવે આ ફિલ્મની રીલીઝને તો હજુ ઘણો સમય છે પરંતુ આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી આઝાદી સમયની છે અને તેથી જ મેકર્સે ફિલ્મના ટીઝરને ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા રીલીઝ કર્યુ છે. ફિલ્મમાં ભલે અન્ય કલાકાર હશે પરંતુ ટીઝરમાં ફક્ત સલમાન ખાનને જ સ્થાન આપવામાં આવ્યું છે.

સલમાનનો આ અંદાજ દર્શકોને પસંદ આવી રહ્યો છે. ટીઝર રીલીઝ થયાની ગણતરીની મિનિટમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે અને ફેન્સ તેના પર ઢગલો કમેન્ટ્સ કરી રહ્યાં છે.

જણાવી દઇએ કે ભારતને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે અને આ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ની રિમેક છે. જે વર્ષ 2014માં રિલિઝ થઇ હતી. ફિલ્મમાં તબૂ, જેકી શ્રોફ અને કેટરિના કૈફ પણ જોવા મળશે.

Read Also

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!