GSTV

Photos : ટ્રેડિશનલ અવતારમાં રૅમ્પ પર ઉતર્યા સલમાન-કેટરિના, જોવા મળી દમદાર કેમેસ્ટ્રી

બોલીવુડ સ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની જોડી બી-ટાઉનની સૌથી ચર્ચિત જોડીઓ માંથી એક છે. તાજેતરમાં જ સલમાન અને કેટરિના ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે રેમ્પ પર ઉતર્યા હતા. રેમ્પ પર બંનેની દમદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંનેએ અલગ-અલગ રૅમ્પ પર એન્ટ્રી કરી હતી.

આ દરમિયાન સલમાન બ્લેક શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તેવામાં કેટરિના ન્યૂડ અને સિલ્વર કલરના લહેંગામાં રૉયલ લુકમાં જોવા મળી.

ફેશન શૉમાં મનીષ મલ્હોત્રાએ ઇન્ડો-પર્શિયન કલેક્શન લૉન્ચ કર્યુ હતું.

રૅમ્પ વૉક દરમિયાન સલમાન અને કેટરિના સાથે મનીષ પણ રૅમ્પ પર ઉતર્યા હતાં.

બંનેએ એક ગ્રેટ કપલની જેમ રૅમ્પ પર એન્ટ્રી કરી હતી.

તેમની એન્ટ્રી પર તાળિયોનો ગડગડાટ થયો. તેવામાં કેટરિના રૅમ્પ પર સલમાનને ગાઇડ કરતી જોવા મળી.

સલમાન ફન મોડમાં જોવા મળ્યો.

ફિલ્મની વાત કરીએ તો સલમાન અને કેટરિના અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે.

પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ પડતી મુકતા આ ફિલ્મ કેટરિનાના હાથે લાગી છે.

બોલીવુડ માંથી ઘણા લાંબા સમય સુધી ગાયબ રહેલી પ્રિયંકાએ રૂપેરી પડદે વાપસી કરવાની આ તક ગુમાવી દીધી છે.

પરંતુ તમને તે જાણીને ગુસ્સો આવશે કે પ્રિયંકા ચોપરા બોલીવુડની ફિલ્મો છોડીને હોલીવુડની ફિલ્મો સાઇન કરી રહી છે.

પ્રિયંકાના હાથે વધુ એક હોલીવુડ પ્રોજેક્ટ લાગ્યો છે અને તે ‘કાઉબૉય નિન્જા વાઇકિંગ’માં ક્રિસ પેટની ગર્લફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.

Related posts

વિશ્વના આ દેશોમાં કોરોના વાયરસનું નામ લેવા પર થઈ શકે છે જેલ, માસ્ક પહેરવા પર પણ પ્રતિબંધ

Nilesh Jethva

જમ્મૂ કાશ્મીરમાં આ જજે ભારતીય સંવિધાનની સૌ પ્રથમ શપથ લીધી, ઓનલાઈન થયો સમારોહ

Nilesh Jethva

લોન્ચ થવા જઈ રહી હતી આ શાનદાર કાર્સ, Coronaના કારણે હવે જોવી પડશે રાહ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!