GSTV
Home » News » ‘ABCD 3’માં જોવા મળશે સલમાન-જેક્લિન

‘ABCD 3’માં જોવા મળશે સલમાન-જેક્લિન

સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ના પ્રમોશનમાં બિઝી છે અને તેની સાથે તે ‘ટાઇગર ઝિંદા હૈ’ની શૂટિંગ કરી રહ્યો છે. જ્યાં ‘ટાઇગર ઝિંદા હૈ’માં સલમાન-કેટરિના ફરી એક વખત જોવા મળશે, ત્યાં બીજી તરફ સલમાન ખાન જેક્લિન ફર્નાન્ડિઝની સાથે કામ કરતો જોવા મળશે.રેમો ડિઝૂસાની અપકમિંગ ડાન્સ ફિલ્મમાં સલમાન ખાન પહેલી વખત ડાન્સર તરીકે જોવા મળશે.

સૂત્રોનુસાર સલમાન ખાન પોતાની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ની શૂટિંગ પૂરી કર્યા ફછી રેમોની ફિલ્મ માટે શૂટિંગ કરશે. આ ફિલ્મ માટે રેમોએ જેક્લિનની સાથે વાત કરી છે. હાલમાં જેક્લિન વિદેશમાં છે પરત ફરશે ત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મ સાઇન કરી દેશે.

જેક્લિન હાલમાં લંડનમાં ‘જુડવા 2’ની શૂટિંગમાં બિઝી છે. ડિરેક્ટર વરૂણ ધવનની આ ફિલ્મમાં જેક્લિન વરૂણ ધવનની સાથે જોવા મળશે. રેમોની ફિલ્મ ‘ABCD 3’માં સલમાન ખા 13 વર્ષની દિકરીના પિતાના કેરેક્ટરમાં જોવા મળશે. પોતાની અલગ ડાન્સ સ્ટાઇલને કારણે ફેમસ થયેલો સલમાન ખાન આ ડાન્સિંગ ફિલ્મમાં પહેલી વખત પ્રોફેશનલ રીતે ડાન્સ કરતો જોવા મળશે. ફિલ્મમાં જેક્લિન ડાન્સ ટીચરના કેરેક્ટરમાં જોવા મળશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

‘દારૂ ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ મળે છે જેમ ભારતમાં બીફ…’અદનાન સામીની આ ટ્વિટથી મચ્યો હોબાળો

Bansari

આ એક્ટ્રેસનો બ્લુ બિકિનીમાં ફ્લર્ટી લુક, ઈબિઝા આઈલેન્ડ પર કરી રહી છે મસ્તી

Kaushik Bavishi

Sacred Games-2 સિરીઝના ધબડકા થવા પાછળ આ કારણ છે જવાબદાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!