સલમાન ખાન સાથેની ફિલ્મ ‘ મેંને પ્યાર કિયા ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી ભાગ્યશ્રી હવે રૂપેરી પડદે માતાના રોલમાં જોવા મળશે. દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની માતાનું પાત્ર ભજવવાની છે.

રિપોર્ટસના અનુસાર, ભાગ્યશ્રી પ્રભાસની આવનારી ફિલ્મ ‘પ્રભાસ ૨૦’માં માતાના રોલમાં જોવા મળશે. પ્રભાસ આ ફિલ્મનું હાલ શૂટિંગ કરી રહ્યો છે.

કહેવાય છે કે, ભાગ્યશ્રીએ પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, ફિલ્મમાં ભાગ્યશ્રીનો રોલ મહત્વનો હોવાથી તેને ખાનગી રાખવામાં આવ્યો છે.

પ્રભાસની આ ૨૦મી ફિલ્મ હોવાથી હાલ આ ફિલ્મનું નામ ‘પ્રભાસ ૨૦’ રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે, આ એક પીરિયડ લવ સ્ટોરી છે, જેમાં પૂજા હેગડે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. આ ફિલ્મને રાધા કૃષ્ણ કુમાર ડાયરેકટ કરી રહ્યો છે. પ્રભાસ આ ફિલ્મમાં જ્યોતિષના રોલમાં જોવા મળશે.
Read Also
- કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહ્યો છે કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
- Tit For Tat! / બ્રિટેનને ભારતે આપ્યો જેવા સાથે તેવાનો જવાબ!, દિલ્હી ખાતે કરી આ મોટી કાર્યવાહી
- વિવાદોથી ઘેરાયેલા બાગેશ્વર ધામ પર બનશે ફિલ્મ, નિર્માતા અભય પ્રતાપ સિંહે જાહેરાત કરી
- અદાણી ધારાવી રિડેવલમેન્ટ માટે સક્ષમ છે કે નહીં તે નાણાં સંસ્થાઓ નક્કી કરશે
- દિલ્હી લીકર પોલિસી કેસ/ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયા 5 એપ્રિલ સુધી જેલના સળિયા ગણશે, કોર્ટે ન્યાયિક હિરાસત લંબાવી