GSTV
Bollywood Entertainment Trending

દબંગ-3માંથી સની લિયોનીનું પત્તુ કપાયુ, મહેરબાન સલમાન આ એક્ટ્રેસને બનાવશે ‘મુન્ની’

બોલીવુડના દબંગ ખાન સલમા ખાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ દબંગ-3ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ફરી એકવાર પોલીસ ઑફિસર ચુલબુલ પાંડેના રોલમાં નજરે આવશે. આ ફિલ્મ વર્ષ 2010માં રિલિઝ થયેલી ફિલ્મ દબંગની ત્રીજી કડી છે.

ફિલ્મના ગત બંને પાર્ટમાં એક-એક આઇટમ નંબર હતું અને આ વખતે પણ ફેન્સને આવું જ કંઇક જોવા મળશે. દબંગમાં જ્યાં મલાઇકા અરોરાએ આઇટમ નંબર કર્યુ હતું ત્યાં બીજા પાર્ટમાં કરીના કપૂરે ઠુમકા લગાવ્યાં હતાં.

તેવામાં હવે જાણવા મળી રહ્યું છે કે ફિલ્મના ત્રીજા પાર્ટમાં આવું જ એક આઇટમ નંબર હશે. જો કે ફિલ્મના આઇટમ નંબરમાં કઇ એક્ટ્રેસ ઠુમકા લગાવશે તેની તલાશ હજુ ચાલી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે સની લિયોની અને મૌની રોયનું નામ ચર્ચામાં છે. એક અહેવાલ અનુસાર પ્રભુ દેવા અને અરબાઝ ખાન ઇચ્છે છે કે ફિલ્મના ત્રીજા પાર્ટના આઇટમ નંબરમાં સની લિયોનીને કાસ્ટ કરવામાં આવે ત્યાં સલમાનનું માનવું છે કે તેના માટે મૌની રોય પરફેક્ટ છે.

જણાવી દઇએ કે આ ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ સોનાક્ષી સિન્હા નજરે આવશે.  દબંગ-3નું ડાયરેક્શન મશહૂર કોર્યોગ્રાફર અને ફિલ્મ મેકર પ્રભુદેવા કરી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ડિસેમ્બર 2019માં રિલિઝ થશે.

Read Also

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV