GSTV
Home » News » સલમાન ખાન અને કેટરીના કૈફના લગ્નનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ ચોંકી જશો

સલમાન ખાન અને કેટરીના કૈફના લગ્નનો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ ચોંકી જશો

દબંગ સલમાન ખાનનાં ફેન્સને ફક્ત બે જ વસ્તુની રાહ છે એક તેમની આગામી ફિલ્મ અને બીજા તેમના લગ્નના. રીલ લાઈફમાં સલમાન ખાને ઘણી બધીવાર લગ્ન કરી ચૂક્યા છે. પરંતુ તેમના ફેન્સ તો તેમના રિયલ લગ્નની રાહ જોઈને બેઠા છે. સલમાન કાન 53 વર્ષનાં થઈ ચૂક્યા છે, પરંતુ લગ્ન કરવાનું નામ જ નથી લઈ રહ્યા.

સલમાન ખાને અત્યાર સુધીમાં ઘણી બધી એક્ટ્રેસિસના કેરિયર બનાવ્યા છે. પરંતુ તેમાથી એક પણ એક્ટ્રેસને અત્યાર સુધીમાં પોતાની કરી શક્યા નથી. તેમનું નામ તો ઘણી બધી અભિનેત્રીઓ સાથે જોડાયુ છે, પરંતુ વાત લગ્ન સુધી પહોંચી જ ન હતી. ફેન્સ જ્યારે પણ સલમાન સાથે લગ્નની વાત કરે છે તો તેઓ હસીને વાતને ટાળી દે છે.

સલમાનની રીલ લગ્નનો વીડિયો થયો વાયરલ

રિયલ લાઈફમાં ભલે સલમાને લગ્ન કર્યા નથી.પરંતુ રીલ લાઈફના લગ્નનો વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ભારતનો છે. સલમાનના ડિઝાઈનર એશ્લે રિબેલો દ્વારા શેર કરાયેલાં વીડિયોમાં સલમાન ખાન અને કેટરિના કૈફ લગ્ન કરતાં દેખાઈ રહ્યા છે. અને બાકીનાં બધા જ લોકો તેમની ઉપર ફુલોનો વરસાદ કરતાં દેખાઈ રહ્યા છે.

ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નથી આ સલમાનનો વીડિયો

ફિલ્મ ભારતથી સામે આવેલો સલમાન અને કેટરિનાના લગ્નનો આ વીડિયો બંને સ્ટાર્સનાં ફેન્સ માટે કોઈ ટ્રીટથી કમ નથી. પરંતુ હવે જોવું  એ રસપ્રદ રહેશેકે, અસલ જીવનમાં સલમાન ક્યારે લગ્ન કરશે.

READ ALSO

Related posts

દેશમાં જૂન મહિનાનો જથ્થાબંધ ફુગાવો 2 વર્ષની નીચી સપાટીએ, મોંધવારીમાં માત્ર 2.02%નો વધારો

Mansi Patel

‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિકનો નવો લુક થયો વાયરલ, રબને બના દી જોડીની અપાવી યાદ

Dharika Jansari

ડેમોક્રેટ મહિલા સાંસદોને ટ્રમ્પે અમેરિકાથી બહાર જવાનો આપ્યો વિવાદીત નિર્દેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!