બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાને મધ્યપ્રદેશમાં નર્મદાના ઘાટ પર દંબગ-3નુ શૂટિંગ શરુ કરી દીધુ છે.જોકે શૂટિંગના બીજા જ દિવસે સલમાનખાન વિવાદમાં ઘેરાયો છે.ફિલ્મના શૂટિંગમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ સ્થાનિક સંગઠન નવયુવક હિન્દ મંડળે મુક્યો છે.સંગઠનનુ કહેવુ છે કે, મહેશ્વરમાં નર્મદા ઘાટ પર દબંગ 3ના ટાઈટલ ગીતના શૂટિંગ દરમિયાન સાધુ સંતોને નાચતા બતાવાયા છે.જેનાથી ભારતીય સંસ્કૃતિની ખોટી તસવીર રજૂ થઈ રહી છે.
સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપીને કહ્યુ છે કે, આ ફિલ્મનુ શૂટિંગ રોકવામાં આવે.ફિલ્મ બનાવનાર ધાર્મિક લાગણીઓ સાથે રમત કરી રહ્યા છે.દબંગ ત્રણનુ શૂટિંગ મહેશ્વર અને મધ્યપ્રદેશના અન્ય એક સ્થળ માંડુમાં થવાનુ છે.
સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું શુટિંગ સોમવારે શરૂ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં ફિલ્મનું શુટિંગ કરવામાં આવી રહ્યું છે. સલમાન ખાન આ ફિલ્મ સાથે સંબંધિત તસવીરો અને અપડેટ્સ સતત શેર કરતો રહે છે. આ વચ્ચે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સાઇકલ લઇને રસ્તા પર નીકળી પડ્યો છે અને પાછળ ફેન્સ શોર મચાવતા દોડી રહ્યાં છે. આ વીડિયો મધ્ય પ્રદેશના નાનકડા ગામ મંડલેશ્વરનો છે.
એક વીડિયો સલમાને પણ શેર કર્યો છે કે મંડલેશ્વરમાં તેના દાદા પોલીસમાં પોસ્ટેડ હતાં. અરબાઝ અને ટીમ સાથે તે ફિલ્મનું શુટિંગ કરવા મધ્યપ્રદેશ પહોંચ્યો છે. જણાવી દઇએ કે ફિલ્મની પ્રથમ ફ્રેન્ચાઇઝીનું શુટિંગ પણ ઉત્તર પ્રદેશમાં થયું છે.
આ ફિલ્મમાં સલમાન પોલીસ ઑફિસર ચુલબુલ પાંડેના બાળપણના કિસ્સાને પણ લાવી રહ્યો છે જે પહેલાં ગુંડા જેવો હતો. પછીથી તે કેવી રીતે પોલીસવાળો બને છે તે સ્ટોરી ફિલ્મમાં દર્શાવવામાં આવશે.
ફિલ્મની અન્ય એક ડિટેલ સામે આવી છે તે અનુસાર ટીમ મધ્ય પ્રદેશમાં સૌથી પહેલાં ટાઇટલ સૉન્ગનું શુટ કરશે. મંડલેશ્વરમાં મક્ખી (એક્ટર અને કો-પ્રોડ્યુસર) સાથે ચુલબુલ પાંડેનું બાઇક પર એક્શન સીકવન્સ પણ શુટ કરવામાં આવશે.
Read Also
- અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી
- મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા
- કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્ન, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ