GSTV
Home » News » સલમાને યુલિયાને પડતી મુકીને એક્સ ગર્લફ્રેન્ડની બર્થ ડે સેલિબ્રેટ કરી, Photosમાં કરી ઇગ્નોર

સલમાને યુલિયાને પડતી મુકીને એક્સ ગર્લફ્રેન્ડની બર્થ ડે સેલિબ્રેટ કરી, Photosમાં કરી ઇગ્નોર

સલમાન ખાન પોતાના વિચિત્ર અને મૂડી કામો કરવા માટે ફરી ચર્ચામાં છે. આ વખતે દબંગ ખાનના લગ્ન અંગેની અટકળોની ચર્ચા પણ લોકોમાં થઈ રહી છે. હકીકતમાં 9 જુલાઈએ સલમાન તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીના 54માં બર્થડે સેલિબ્રેશનમાં યુલિયા વંતુરને લઈને પહોંચ્યો હતો. સલમાન ખાન, યુલિયા વંતૂર, મોહનીશ બહલ, પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા અને પત્ની વર્ધા પણ જોવા મળી હતી.

બર્થ ડે ગર્લ સંગીતા બ્લેક આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી હતી. 80 અને 90ના દાયકામાં સલમાન અને સંગીતાના અફેરની ચર્ચા થતી હતી અને તે બંને લગ્ન કરશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આગળ જઈને તેમનો સંબંધ તૂટી ગયો. પણ બ્રેકઅપ પછી પણ સલમાન અને સંગીતા સારા મિત્ર બનેલા છે.

બર્થ ડે પાર્ટીમાં સલમાન સાથે તેની ગર્લફ્રેન્ડ યુલિયા પણ જોવા મળી તે કંઈ સરપ્રાઈઝથી ઓછું નહોતું. ફોટામાં યુલિયા અને સંગીતાની વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું. આ પહેલા પણ સલમાનની બર્થડે પાર્ટીમાં બંને સાથે જોવા મળી હતી. અત્યારે સલમાન અને વંતૂર એકબીજાને ડેટ કરી રહ્યાના સમાચાર છે.

જોકે બંનેએ તેમના સંબંધનો ખુલાસો કર્યો નથી. સલમાન ખાન અત્યારે તેની આવનારી ફિલ્મ દબંગ-3ના શૂટિંગમાં વ્યસ્ત છે. મૂવીમાં સલમાન ઉપરાંત સોનાક્ષી સિન્હા, સાઉથનો સુપર સ્ટાર સુદીપ જોવા મળશે. તેને પ્રભુ દેવા ડાયરેક્ટ કરી રહ્યો છે.

આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ ઉપરાંત સલમાન, આલિયા ભટ્ટની સાથે ઈન્શાહઆલ્લાહમાં દેખાશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી ડાયરેક્ટ કરી રહ્યા છે. પહેલીવાર આલિયા અને સલમાનની સાથે જોવા મળશે.

READ ALSO

Related posts

અદનાન સામીને મ્યુઝિકનાં દમ પર ઉડાવી દીધુ બોટલનું ઢાંકણું, વીડિયો મચાવી રહ્યો છે ધૂમ

Mansi Patel

Photos: આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!