GSTV
Home » News » પોતાને સૌથી મોટો સ્ટાર માને છે પ્રભાસ, તેની ફી જાણી વિશ્વાસ નહીં થાય

પોતાને સૌથી મોટો સ્ટાર માને છે પ્રભાસ, તેની ફી જાણી વિશ્વાસ નહીં થાય

‘બાહુબલી’ સીરિઝ પછી સાઉથના એક્ટર પ્રભાસની સાથે ફિલ્મો કરવા માટે બોલિવુડના ડિરેક્ટર રાહ જોઇ રહ્યા છે. સૂત્રોનુસાર બોલિવુડના ડિરેક્ટર રોહિત શેટ્ટી સલમાન ખાન અને પ્રભાસને લઇને એક ફિલ્મ બનાવવા ઇચ્છે છે.

સૂત્રોનુસાર ‘સિંઘમ’ ડિરેક્ટર રોહિત શેટ્ટી ‘બાહુબલી’ પ્રભાસ અને ‘દબંગ’ સલમાનને લઇને એક ફિલ્મ બનાવવા ઇચ્છે છે. જો રોહિત બોલિવુડમાં સલમાનની સાથે પ્રભાસની એન્ટ્રી કરાવવામાં સફળ રહ્યા તો, તેમને પાણીની જે  રૂપિયા વાપરવા પડશે. ઉલ્લેખનીય છે કે હવે પ્રભાસ 80 કરોડની ફી ચાર્જ કરી રહ્યો છે.

પ્રભાસના બોલિવુડના ડેબ્યુને લઇને પહેલા પણ કેટલીય અફવાહો આવી ચૂકી છે. ડિરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર પણ પ્રભાસની સાથે ફિલ્મ બનાવશે તેવી વાત સામે આવી હતી, પરંતુ આ વાત અફવાહ સાબિત થઇ ચૂકી છે. ‘બાહુબલી’ની શાનદાર સફળતા પછી પ્રભાસ પ્રોજેક્ટ્સને લઇને ખૂબ જ ધ્યાન રાખી રહ્યો છે.

જોકે આ વચ્ચે પ્રભાસે પોતાની અપકમિંગ સાઉથની ફિલ્મ ‘સાહો’ની શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે ‘બાહુબલી’ની કૉ-સ્ટાર દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટીની સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જોકે આ વાતની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. ડિરેક્ટર સુજીતની 150 કરોડની બજેટ ધરાવતી આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!