GSTV

અંગત/ હિરોઈનના’બ્રેસ્ટની વધી રહી હતી સાઈઝ’, એક્ટ્રેસે આપવી પડી સફાઈ ?, જાણી લો શું કર્યો ખુલાસો

એક્ટ્રેસે

Last Updated on June 25, 2021 by Karan

હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયેકએ ખુલાસો કર્યો છે કે તેઓ આ સમયે મેનોપૉઝથી પસાર થઇ રહી છે. સલમાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જયારે તેમને પોતાના મેનોપોઝમાં જવાની શંકા થઇ ત્યારે તેમણે ડોક્ટર પાસે પહેલી મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ડોકટરોના સવાલથી ગભરાઈ ગઈ હતી.

સલમા હાયેકે કહ્યું, ‘એમના સવાલ ખુબ ડરાવના હતા. તેમણે અજબ-ગજબ સવાલો પૂછ્યા જેવા કે ‘શું તમારા કાન વધી રહ્યા છે અને એમાં વાળ ઉગી રહ્યા છે ? તમારી દાઢીમાં મૂછ આવી રહી છે ? શું તમે જલ્દી ઇરિટેટ થઇ જાવ છો? શું તમે વગર કારણે રડવા લાગો છો ? શું તમારો વજન ઝડપથી વધી રહ્યો છે અને કઈ પણ કરવા પર ઘટી નથી રહ્યો ? શું તમે પાતળા થઇ રહ્યા છો?’ પછી તેઓ તમને પૂછે છે ‘શું તમારો પ્રાઇવેટ પાર્ટ ડ્રાય થઇ રહ્યો છે ?’

આમતો સલમા હાયેકાને મેનોપોઝમાં લક્ષણ સંભાળી આંચકો લાગ્યો હતો, પરંતુ એક મેનોપોઝથી પસાર થયા પછી તેમણે જે વાત કહેવામાં આવી ન હતી એ છે કે એમના બ્રેસ્ટની સાઈઝ વધવા લાગશે. સલમાંએ કહ્યું, તમારા બ્રેસ્ટ ખુબ મોટા થઇ જાય છે. ઘણી મહિલાઓ માટે નાના થઇ જાય છે, પરંતુ ઘણી મહિલાઓનો વજન વધે છે તો બ્રેસ્ટ પણ વધે છે.’

સલમા હાયેકાએ આગળ કહ્યું, ‘બીજી મહિલાઓ કે માટે જયારે તમને બાળક થાય છે અને એમને દૂધ પીવડાવો છો ત્યારે તમારા બ્રેસ્ટ વધે છે અને ક્યારે પણ પાછા એ સાઈઝમાં નહિ થાય. અને પછી કેટલાક કિસ્સાઓમાં એવું થાય છે કે મેનોપોઝ દરમિયાન તમારા બ્રેસ્ટ ફરી વધવા લાગે છે. હું એ મહિલાઓ માંથી છું જેની સાથે દરેક સ્ટેપ્સમાં એવું થયું.

સલમાં હાયેકએ કહ્યું કે, ગયા વર્ષોમાં એમની પ્રેગ્નેન્સી અને હવે મેનોપોઝને લઇ એમના વજનમાં ઘણા ફેરફાર થયા છે. એવામાં લોકોને લાગે છે કે સલમાએ પલાસ્ટીક સર્જરી કરાવી છે. તેમણે કહ્યું, ‘ઘણા બધા લોકોએ કહ્યું કે મેં બ્રેસ્ટ વધારવા માટે સર્જરી કરાવી છે. મારા બ્રેસ્ટ નાના હતા અને બાકી શરીર પણ નાનું હતું.

તેમણે આગળ કહ્યું, ‘પરંતુ મારા બ્રેસ્ટ પોતાની જાતે વધી ગયા છે. ઘણી સાઈઝમાં. અને એના કારણે મારી કમર પર અસર પડી રહી છે. ઘણા લોકો આ અંગે વાત કરતા નથી.’ તેમણે એ પણ જણાવ્યું લે, છેલ્લા ઘણા વર્ષોમાં એમને હોટ ફ્લેશેઝ અને મૂડ સ્વિન્ગનો સામનો કરવો પડ્યો છે.

સલમા હાયકે કહ્યું, ‘હું તે સમયમાંથી પસાર થઈ છું, તે પ્રકારે પસાર થઇ રહી છું. પરંતુ તમારે એક ક્ષણ માટે થોભી ઊંડો શ્વાસ લેવો પડશે અને તમારી જાતને એક રીતે કહેવું પડશે – ઠીક છે. આ સમય પણ પસાર થશે. તમારી પાસે હિંમત હોવી જોઈએ. અને હોટ ફ્લેશ એકદમ બરાબર નથી હોતા.

પરંતુ સલમા હાયક કહે છે કે વૃદ્ધાવસ્થા એ કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું – મહિલાઓની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. તમારે આ વસ્તુ યાદ રાખવી પડશે. કારણ કે તમે કોઈપણ ઉંમરે આશ્ચર્યજનક બતાવી શકો છો. તમે કોઈપણ ઉંમરે તમારી સંભાળ રાખી શકો છો, તમે કોઈપણ ઉંમરે સ્વપ્ન જોઈ શકો છો. કોઈ પણ ઉંમરે રોમેન્ટિક હોઈ શકે છે.

સલમાએ વધુમાં કહ્યું કે, ‘આપણે જે રીતે છીએ તેના માટે પ્રેમ કરવાનો અધિકાર છે. આપણે જ્યાં છીએ ત્યાં પ્રેમભર્યા હોવા જોઈએ. અમે અહીં આ બાળક બનાવવા માટે નથી આવ્યા. કે તેઓ માણસોને પ્રેમ કરવા આવ્યા નથી. અમે અહીં દરેકની સેવા કરવા નથી આવ્યા. અને એક સ્ત્રી તરીકે જ્યારે તમારી બાળકો મોટા થાય અને વિદાય લે ત્યારે તમારી સમાપ્તિ તારીખ આવતી નથી. આ એક ખોટી માન્યતા છે જે સદીઓથી ચાલી આવે છે.

તમને જણાવી દઈએ કે 54 વર્ષીય સલમા હાયક હજી પણ હોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સક્રિય છે અને મોટા પ્રોજેક્ટ્સનો એક ભાગ બની રહી છે. સલમા હાયક ટૂંક સમયમાં માર્વેલની ફિલ્મ ઇટરનલ્સમાં જોવા મળશે. આમાં તેણી સાથે એન્જેલીના જોલી અને રિચાર્ડ મેડન સહિતના અન્ય સ્ટાર્સ પણ હશે.

Read Also

Related posts

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!