GSTV
Home » News » સલમાન ખાનને પોતાની ગર્લફ્રેન્ડમાં દેખાય છે આ મહિલાનો ચહેરો, જેના કારણે હજુ સુધી નથી થઇ શક્યો લગ્ન માટે તૈયાર

સલમાન ખાનને પોતાની ગર્લફ્રેન્ડમાં દેખાય છે આ મહિલાનો ચહેરો, જેના કારણે હજુ સુધી નથી થઇ શક્યો લગ્ન માટે તૈયાર

Salman Khan marriage

બોલીવુડમાં આજકાલ સલમાન ખાનનો સિક્કો બુલંદી પર છે. અભિનેતાની પાસે એક પછી એક ફિલ્મો આવી રહી છે. હાલ દબંગ ખાને ફિલ્મ ભારતનું શુટિંગ પૂરુ કર્યુ છે અને હવે તે પોતાની આગામી ફિલ્મ  દબંગ-3ના શુટિંગમાં વ્યસ્ત છે. તેવામાં ભાઇજાનના ફેન્સ તેના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. અભિનેતાના લગ્નને લઇને મીડિયામાં પણ ઘણઈ ચર્ચા થતી રહે છે. હવે અભિનેતાના પિતા સલીમ ખાને પણ સલમાનના લગ્નને લઇને મોટો ખુલાસો કર્યો છે.

હકીકતમાં સલીમ ખાને એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાન ખાન લગ્ન શા માટે નથી કરી રહ્યો તેનો જવાબ આપ્યો છે. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે આખરે સલમાન ખાનનું ઘર આજ સુધી કેમ વસી નથી શક્યુ? જ્યારે તેનું નામ સતત બોલીવુડની જાણીતી અદાકારાઓ સાથે જોડાતુ રહ્યું છે? સલીમે આ સવાલનો ચોંકાવનારો જવાબ આપ્યો હતો. જેને જાણીને સલમાનના ફેન્સ દંગ રહી જશે.

સલીમે જણાવ્યું કે જ્યારે સલમાનના કોઇ રિલેશનની શરૂઆત થાય છે ત્યારે તો બધુ બરાબર ચાલે છે પરંતુ થોડા સમય બાદ જ જ્યારે સલમાન જ્યારે તે યુવતીમાં પોતાની માની ઝલક જોવા લાગે છે બસ ત્યાંથી મામલો ખરાબ થવાનું શરૂ થઇ જાય છે.

હવે સલમાન ક્યારે લગ્ન કરશે તેનો જવાબ તો ભાઇજાન પોતે જ આપી શકે તેમ છે. હાલ તો તે પોતાની ફિલ્મોને લઇને એટલો વ્યસ્ત છે કે પરિવાર સાથે સમય પસાર કરવા માટે પણ તેની પાસે સમય નથી. અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે ઇદના અવસરે 5 જૂને તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ભારત રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં કેટરિના કૈફ પણ મુખ્ય ભુમિકામાં નજરે આવશે.

Read Also

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

Arohi

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!