GSTV
Home » News » સલમાને આ કારણે રણબીરને માર્યાં થપ્પડ, સલીમ ખાને માગી માફી

સલમાને આ કારણે રણબીરને માર્યાં થપ્પડ, સલીમ ખાને માગી માફી

રણબીર કપૂર અને સલમાન ખાન વચ્ચે દુશ્મની હોવાના અહેવાલો અવારનવાર સામે આવ્યા છે. કેટરિના કૈફ પણ આ પાછળનું કારણ હોવાનું કહેવાય છે. એવા સમાચાર આવ્યા હતા કે રણબીરને કારણે સલમાન અને કેટરિનાનું બ્રેકઅપ થયું હતું. સલમાન અને રણબીરનો અનેક વખત સામનો થયો હતો પરંતુ દુશ્મનીની કડવાશ મિત્રતામાં ન ફેરવાઈ. એક સમય એવો પણ આવ્યો જ્યારે સલમાનને કારણે તેના પિતા સલીમ ખાને કપૂર પરિવારની માફી માંગવી પડી. જાણો સલીમ ખાનના જન્મદિવસ પરની તે સ્ટોરી…

सलमान खान और रणबीर कपूर

આ એ દિવસોની વાત છે જ્યારે રણબીર કપૂર માત્ર સ્ટાર કિડ તરીકે જ જાણીતો હતો. તે બોલિવૂડમાં નવો હતો. સલમાન અને રણબીર વચ્ચે ઝપાઝપીની ઘટના મુંબઈની વીઆઈપી ક્લબની છે. આ દરમિયાન સંજય દત્ત પણ આ બંને સાથે હાજર હતા.

सलमान खान और रणबीर कपूर

સંજય દત્ત સાથે સલમાન ખાન તેની બંને ફિલ્મ ‘વોન્ટેડ’ અને ‘રેડી’ ની સક્સેસ પાર્ટી એન્જોય કરી રહ્યોં હતો. આ દરમિયાન રણબીર કપૂર પણ ત્યાં પહોંચ્યો હતો. થોડા સમય પછી અચાનક સલમાન અને રણબીર વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થઈ ગઈ.

Ranbir Kapoor

થોડા સમય પછી સલમાન ખાને પોતાનો ગુસ્સો ગુમાવ્યો અને રણબીર કપૂરને થપ્પડ મારવા અને લાત મારવાનું શરૂ કરી દીધું. જોકે, આ દરમિયાન સંજય દત્તે દખલ કરી હતી. થોડા સમય પછી રણબીર કપૂર ત્યાંથી જતો રહ્યોં.

salim khan

આ ઘટનાના થોડા સમય બાદ સલમાન ખાનના પિતા સલીમ ખાને રણબીર કપૂર અને તેના પિતા ઋષિ કપૂરની માફી માંગી હતી. આ પછી બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. જો કે કેટરિના કૈફને કારણે રણબીર અને સલમાનના સંબંધો ખૂબ બગડ્યા હતા.

READ ALSO

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!