ભારતીય ક્રિકેટ માટે રવિવાર એટલે 2 એપ્રિલ 2023ના રોજ સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સર સામે લડી રહ્યા હતા. સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમના અદભૂત ઓલરાઉન્ડર હતા. ભારતે જ્યારે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઐતિહાસિક જીત હાંસલ કરી ત્યારે તેમાં દુરાનીની મહત્વની ભૂમિકા રહી હતી. દુરાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર હતા જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનમાં જન્મેલા દુરાની કરાચીમાં પણ રહી ચૂક્યા છે
સ્પિન ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. પરંતુ જ્યારે દુરાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયા હતા. આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુરાનીનો પરિવાર ભારત આવ્યો હતો.
દુરાનીએ 60-70ના દાયકામાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી હતી. દુરાની ભારતના ક્રિકેટ ઈતિહાસમાં એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેમણે વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. દુરાની આતિશી બેટિંગ માટે જાણીતા હતા. આ સાથે દુરાની દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં