GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

મે મહિનામાં વસ્ત્રોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો; ફેક્ટરીઓ PPE કીટ, ફેસ માસ્ક બનાવવામાં રહી વ્યસ્ત

લોકડાઉનથી મોટાભાગના ઉદ્યોગો, વેપાર-ધંધાને નુકસાન પહોંચ્યુ છે. તેમાંય ટેક્સટાઇલ ઉદ્યોગને તો કમમતોડ ફટકો પડ્યો છે. ક્લોથિંગ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (CMAI)ના સર્વે મુજબ, ડોમેસ્ટિક ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મે મહિનામાં વાર્ષિક સરખામણીએ વસ્ત્રોના વેચાણમાં આઘાતજનક ઘટાડો નોંધાયો છે. CMAI દ્વારા તેના સભ્યો વચ્ચે થયેલા સર્વેમાં જાણવા મળ્યુ છે કે, ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના વેચાણમાં મે મહિનામાં વાર્ષિક તુલનાએ 84 ટકાનો ઘટાડો નોંધાયો છે અને હાલ કેટલાંક એકમોએ માસ્ક અને પીપીઇ પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કરી દીધુ છે.

22 ટકા એકમોએ મે મહિનાના અંતે કામગીરી શરૂ કરી

સર્વેમાં જણાવ્યુ છે કે, સ્થાનિક વસ્ત્ર ઉદ્યોગે મે 2020માં લગભગ શૂન્ય ઉત્પાદનની માહિતી આપી છે. લોકડાઉનમાં છુટછાટ અને અર્થવ્યવસ્થાને ખોલવાના પ્રયાસ બાદ પણ માત્ર 22 ટકા એકમોએ મે મહિનાના અંતે કામગીરી શરૂ કરી છે. CMAIએ કહ્યુ કે, ફેક્ટરીઓ પોતાની ક્ષમતાના સરેરાશ 25 ટકાના દરે કામગીરી કરી રહી છે જ્યારે 40 ટકા એકમોએ કામગીરી શરૂ કરી દીધી છે, જેઓ હાલ આવશ્યક પ્રોડક્ટ જેવી કે માસ્ક અને પીપીઇ કિટના ઉત્પાદનમાં લાગી ગઇ છે.

દેશમાં લાખો રોજગારી ઉપર જોખમ

CMAIના સર્વેમાં એ વાત પણ જાણવા મળી કે, 15મી મે સુધી જે લોકોએ રિઝર્વ બેન્ક દ્વારા નિર્દેશિત એડિશનલ વર્કિંગ કેપિટલ લોન (કોવિડ લાઇન)ની માટે અરજી કરી હતી, તેમાંથી માત્ર 26 ટકાને જ હકિકતમાં તેમના બેન્કર તરફથી મદદ પ્રાપ્ત થઇ હતી. બાકીની 74 ટકા અરજીઓ હજી પણ પાઇપલાઇનમાં છે. લોકડાઉનથી દેશમાં લાખો રોજગારી ઉપર જોખમ સર્જાયુ છે. CMAIએ સુચન કર્યુ છે કે સરકાર અને રિઝર્વ બેન્કના હસ્તક્ષેપથી આ નોકરીઓ બચાવી શકાય અને ઉદ્યોગોને જીવંત રહેવામાં મદદ મળી શકશે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!