GSTV

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Last Updated on June 25, 2021 by Pravin Makwana

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાનું સમયસર આગમન થતા જૂન મહિનો પુરો થાય તે પૂર્વે ૫૦થી ૬૦ ટકા વાવણી કાર્ય પુરૂ થઈ ગયું છે. હવે યુરીયા ખાતરની માગ નીકળી રહી છે. ખેડૂતો આંદોલનને કારણે કેન્દ્રએ હાલ તો ગુજરાતને ખાતરનો પુરતો જથ્થો ફાળવ્યો છે. પરંતુ વિતરણ વ્યવસ્થાને લઈને ફરિયાદો ઉઠી રહી છે જયારે બિયારણમાં ખેડુતો લૂંટાયા છે, સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળી બે મુખ્ય જાતોનું વાવેતર વધુ થાય છે.

વાવણી પહેલા ખેડૂતોએ બિયારણ ખરીદી લીધુ હોય છે. આ વર્ષે મગફળીનાં બિયારણ (દાણાં) એક મણનો ભાવ ગત વર્ષે કરતાં રૂ ૩૦૦થી ૪૦૦ વધારે લેવાયો હતો. રૂ ૨૫૦૦ની આસપાસ ૨૦ કિલોનો ભાવ હતો. જયારે કપાસનાં બિયારણમાં આ વર્ષે ફોરજી બીટી નાં નામે  ભૂતિયુ બિયારણ બેફામ વેચાયું છે. કોઈ પણ જાતનાં બીલ વિના રૂ ૧૨૦૦ થી ૧૫૦૦ નું પેકેટ વેચાયું છે. સરકારે આ જાતને હજુ મંજુરી નથી આપી. ગુજરાતમાં ખરીફ પાકનું આશરે ૮૬ લાખ હેકટરમાં વાવેતર થાય છે જયારે આશરે ૪૦ લાખ ટન રસાયણિક ખાતરનો વપરાશ થાય છે. વાવણી પહેલા ઘછઁ, શઁણ, સ્ર્ંઁ જેવી ખાતરનો ઉપયોગ ખેડુતોએ કરી લીધો છે. હવે વાવણી બાદ પંદર વીસ દિવસ બાદ યુરીયા ખાતરની જરૂર પડતી હોય છે. ખેડુતો વાવણી કાર્યમાંથી પરબારી યુરીયા ખાતરની ખરીદીમાં લાગી જાય છે.

કોરોનાને કારણે આ વર્ષે કૃષિ મહોત્સવનાં કાર્યક્રમો બંધ છે. પરંતુ ખેડૂતોમાં ખાતરની ખેંચ ઉભી ન થાય અને ફરી આંદોલન ન થાય તે માટે ખાતર ઉત્પાદક કંપનીઓને સરકારે અગાઉથી જ પુરતો જ્તથો ગોડાઉન સુધી પોહંચાડવા સૂચનાઓ આપી દીધી છે. 

ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં વેરહાઉસમાં ખાતરનો સ્ટોક પહોંચતો કરી દેવાયો છે. જાજકોટ જિલ્લા ખરીફ પાક માટે આશરે ૧૬૦૦૦થી ૧૭૦૦૦ મેટ્રીક ટનની જરૂરિયાત સાથે હાલ ૧૬૧૬૧ મે. ટન યુરીયા સ્ટોકમાં છે. અમુક વિસ્તારમાં વાવણી બાકી છે. ત્યાં ઘછઁ અને શઁણ ખાતરની જરૂર પડે તે માટે ડીએપીની ૯૦૦૦ અને એનપીકેની ૧૭૭૦૦ મે.ટન સ્ટોક છે. ખેડુતોને સહકારી મંડળી મારફત ખાતરનો જથ્થો પુરો પાડવામાં આવે છે.

વાવણી પહેલા જે રસાયણિક ખાતર વપરાય છે તે પોસ્ફરસ ખાતરનાં ભાવ એક બેગનાં રૂ ૧૮૦૦ સુધી પહોંચી ગયા બાદ ખેડુતોએ આંદોલન કરતા સરકારે ઝુંકી સબસીડી આપી ભાવ રૂ ૧૨૦૦ની આસપાસ કર્યા છે. જયારે યુરીયા ખાતરનો ભાવ એક બેગ ૪૫ કિલોનાં ભાવ આશરે રૂ ૨૬૮ છે. સરકાર જરૂરિયાતનાં ૫૦ ટકા આયાત કરે છે અને ૫૦ ટકા દેશમાં ઉત્પાદિત થાય છે. સરકારે ભાવ અને વપરાશ ઘટાડવા બેગનો વજન ઘટાડી નાખ્યો હોવાનું ખેડુત આગેવાનો કરી રહ્યાં છે.

READ ALSO

Related posts

ઘરમાં રમતા બાળકો પર ખાસ ધ્યાન આપો: 3 વર્ષનું બાળક ભગવાન ગણેશની મૂર્તિ ગળી ગયો, માંડ માંડ તબીબોએ જીવ બચાવ્યો

Pravin Makwana

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!