GSTV
Home » News » મહિને 1 લાખ રૂપિયા મળશે સેલરી, અહીં પડી છે બમ્બર વેકેન્સી, આ રીતે કરો અરજી

મહિને 1 લાખ રૂપિયા મળશે સેલરી, અહીં પડી છે બમ્બર વેકેન્સી, આ રીતે કરો અરજી


ગ્રુપ-સી સર્વિસીઝના માધ્યમથી ઉમેદવારોની ભરતી કરવામાં આવશે જે હેઠળ મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રકિયા હેઠળ એક લાખ સુધીના પગારની નોકરી માટે ભરતી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે માટે ગ્રેજયુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટેની પરીક્ષા માટે અરજીઓ માગવામાં આવી છે. ઇચ્છુકો ઉમેદવારોએ છઠ્ઠી મે-2019 સુધીમાં એપ્લિકેશન કરી શકશે.

પદ : ભરતીના માધ્યમથી ગ્રુપ-સીના હોદા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં સેકન્ડરી ઇન્સ્પેકટરની ૩૩ જગ્યા, ટેક્સ આસિસ્ટન્ટની ૧ર૬ અને સ્ટેનોગ્રાફર માટે ૭પ જગ્યા અનામત રખાઇ છે. અહીં ર૩૪ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે દરેક જગ્યા માટે અલગ અલગ પગાર ધોરણ છે અને તેમાં એક લાખ સુધીનો પગાર છે.

શૈક્ષણિક લાયકાત : આ જગ્યા માટે કોઇ પણ સ્નાતક અરજી કરી શકે છે.

ઉમેદવારની ઉંમર : આ પરીક્ષામાં સામાન્ય વર્ગ માટે ઉંમર મર્યાદા ૧૮ થી ૩૮ વર્ષ, અનામત વર્ગ માટે ૧૯ થી ૪૩ વર્ષની વય મર્યાદાના લોકો અરજી કરી શકશે. અરજદારની ઉંમર ગણત્રી માટે ૧ ઓગષ્ટ ર૦૧૮ નકકી કરાઇ છે.

અરજીકર્તાઓએ કેટલી ફી ચૂકવવી પડશે : સામાન્ય અને  ઓબીસી વર્ગના અરજદારો માટે રૂ.૩૭૪  અને એસસી, એસટી માટે અરજી ફી રૂ.ર૭૪ નકકી કરાઇ છે. અરજી ફી કેડીટ, ડેબીટ કાર્ડ અને નેટ બેંકીંગના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકાશે.

સિલેક્શન પ્રકિયા :

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરાશે.

Read Also

Related posts

સુરતની ઘટનાનો વિષાદ અને ભવિષ્યમાં આવું નિવારવાના પગલાની મક્કમતા સતત ચહેરા પર છલકાઈ

Mayur

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva

લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!