GSTV
Home » News » પગાર તો છે ચણા-મમરા બરાબર, ગુજરાતના આ ધારાસભ્યો છે કરોડપતિ

પગાર તો છે ચણા-મમરા બરાબર, ગુજરાતના આ ધારાસભ્યો છે કરોડપતિ

લોકોની સેવા કરવા રાજનીતિમાં આવેલા નેતાઓને એવી તો શું પૈસાની વધુ જરૂર પડે છે કે અધધ પગાર વધારો કરી દેવાય છે. આ નેતાઓના મોટેભાગે કોઈને કોઈ બિઝનેસ તો છે જ અથવા કોઈને કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે. એટલે તેમની લાખો કરોડોની તો આવક હોય જ છે. વળી સરકારમાંથી પ્રજાના પૈસાનો જેટલો કસ કાઢવો હોય તેટલો કાઢી લેવાની પણ વૃત્તિ ધરાવતા હોય છે.

લોકો અમથા રાજકિય ક્ષેત્રમાં નથી આવતા. ખબર છે કે મલાઈ તો આ ક્ષેત્રમાં જ છે. પછી અને તે જોઈ શકાય છે કે ચૂંટણી ટાણે ટિકિટ મેળવવા તલપાપડ થતાં હોય છે અને જીત્યા બાદ મહત્વના પદ પર નિમણૂક થાય તેવું સેટિંગ પણ કરતા હોય છે.. એક વખત ચૂંટાયા એટલે બખ્ખાં જ બખ્ખાં, પ્રજાની સેવા કરે કે ન કરે, પણ અધધ પગાર જરૂર મળે. પક્ષ પ્રમાણે જોવામાં આવે તો ભાજપના ૯૯ ધારાસભ્યો પાસે રૂ. ૧૦.૬૪ કરોડ, ૭૭ ધારાસભ્યો પાસે રૂ. ૫.૮૫ કરોડની સંપત્તિ છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યો પાસે રૂ. ૨.૭૧ કરોડ જ્યારે ૩ અપક્ષ ધારાસભ્યો પાસે રૂ. ૫૩.૮૬ લાખની સરેરાશ સંપત્તિ છે.

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો પાસે સરેરાશ રૂ. ૮.૦૩ કરોડની સંપત્તિ હતી. ડિસેમ્બર ૨૦૧૭ની વિગત અનુસાર ભાજપના ૯૯માંથી ૭, કોંગ્રેસના ૭૭માંથી ૧૦ ધારાસભ્યોએ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યું નથી. આવી જ રીતે ભાજપના ૯૯માંથી ૮, કોંગ્રેસના ૭૭માંથી ૪ ધારાસભ્યોએ એ વખતે એફિડેવિટમાં આવકનો સ્ત્રોત દર્શાવવાનું ટાળ્યું હતું.

સૌથી વધુ સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની વાત કરીએ તો બોટાદના ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલની રૂ.૧૨૩.૭૮ કરોડ સંપત્તિ છે. વઢવાણના ધનજીભાઇ પટેલ પાસે રૂ. ૧૧૩. ૪૭ કરોડ, દેવભૂમિ દ્વારકાના પબુભા માણેક  પાસે  રૂ. ૮૮.૪૨ કરોડ, વિજાપુરના રમણ પટેલ પાસે રૂ. ૫૬.૫૬ કરોડ, સુરત ઉત્તરના કાંતિભાઇ બલાર  પાસે રૂ. ૫૩.૯૯ કરોડ, ભાવનગર ગ્રામ્યના પરસોતમ સોલંકી પાસે રૂ. ૪૫.૯૯ કરોડ, ઠક્કરબાપા નગરના વલ્લભ કાકડિયા પાસે રૂ. ૩૫.૩૮ કરોડ,
ભૂજના ડૉ. નીમા આચાર્ય પાસે રૂ. ૩૪.૭૪ કરોડની સંપત્તિ છે. જ્યારે કોંગ્રેસમાં સૌથી વધુ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાની રૂ. ૧૦૩.૬૭ કરોડ, રાપરના સંતોકબહેન આરેઠિયાની રૂ.૮૨.૦૨ કરોડ સંપત્તિ છે.

નવા પગારધોરણ અનુસાર ગુજરાતના ધારાસભ્યોને મહિને રૂપિયા ૪ હજાર ફોન બિલ પેટે ચૂકવવામાં આવશે. આ ચર્ચાએ વેગ પકડયો છે કે હવે કોઇ પણ મોબાઇલ કંપનીનો અનલિમિટેડ કોલ્સ, અનલિમિટેડ એસએમએસ તેમજ દિવસના ૩ જીબી ડેટાનો પેકેજ મહત્તમ  500 રૂપિયામાં મળી જતો હોય છે. અને લેન્ડલાઇન ફોનનો ઉપયોગ ભાગ્યે જ હવે કોઇ કરે છે. પણ જો તેનું મહત્તમ  એક હજારનું બિલ ગણીએ તો પણ ધારાસભ્યોનું મહિનાનું કુલ ફોન બિલ ૧૫૦૦થી 2000 રૂપિયાની વચ્ચે આવે. આમ પગારવધારામાં ફોન બિલમાં  4,000 આપવા તે પાછળનો તર્ક ગળે ઉતરતો નથી.

Related posts

સ્વામી નિત્યાનંદન આશ્રમ અંગે થયો મોટો ખુલાસો, રાજ્ય સરકારના આદેશ બાદ થશે કાર્યવાહી

Nilesh Jethva

અગરિયાના બાળકોના શિક્ષણનું સપનું થશે સાકાર, સરકારે કરી આ તૈયારી

Nilesh Jethva

સડકથી લઈ સંસદ સુધી ભાજપને ઘેરવા કોંગ્રેસનો મેગા પ્લાન, રાજ્યના ધારસભ્યોને દિલ્હીનું તેડુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!