GSTV
Home » News » ખુશખબર ! આવતા વર્ષે દુનિયાભરમાં સૌથી વધારે મળશે ભારતીયોને સેલેરી

ખુશખબર ! આવતા વર્ષે દુનિયાભરમાં સૌથી વધારે મળશે ભારતીયોને સેલેરી

એક અનુમાન મુજબ આવતા વર્ષે ભારતીય કર્મચારીઓની સેલેરીમાં 9.2 ટકાનો વધારો થઈ શકે છે. બધા જ એશિયન દેશોની સરખામણીએ ભારતમાં આ વધારો સૌથી વધારે છે. જોકે, વધતી મોંઘવારી આ ખુશીને ઘટાડવાનું કામ કરી રહી છે. કોર્ન ફેરી ગ્લોબલે પોતાની સેલેરી ફોરકાસ્ટમાં આ વાત જણાવી છે. આ સર્વેમાં કહેવામાં આવ્યુ છેકે, આવતા વર્ષે સેલેરીમાં 9.2 ટકાનો વધારા બાદ ભારતીય કર્મચારીઓને વાસ્તવિક રીતે 5 ટકા જ વધારાનો લાભ મળી શકે છે. વાસ્તવમાં આ વધારામાં મોંઘવારી દર એડજસ્ટ કર્યા બાદ જ વાસ્તવિક વધારાનો લાભ મળી શકશે.

બધા જ એશિયન દેશોની સરખામણીએ ભારતમાં સૌથી વધારે વધારો

કોર્ન ફેરી ગ્લોબલ સેલેરી ફોરકાસ્ટ મુજબ, આવતા વર્ષે ભારતમાં કર્મચારીઓની સેલેરી સરેરાશ 9.2 ટકા સુધી વધી શકે છે. પરંતુ વધતી મોંઘવારીના હિસાબથી જોઈએ તો આ વધારો લગભગ અડધી જ રહી જશે. સાથે જ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે, દરેક એશિયન દેશોમાં ભારત સૌથી વધારે વેતનવૃદ્ધિવાળા દેશનાં રૂપમાં ઉભરીને આવ્યો છે.

વૈશ્વિક સ્તર પર ફક્ત 2.1 ટકાનો જ ફાયદો

આ અનુમાન મુજબ, વૈશ્વિક સ્તર પર 2020 દરમ્યાન 4.9 ટકા સેલેરીમાં જ વધારો થશે. જ્યારે 2.8 ટકાનું અનુમાનિત મોંઘવારી દર બાદ વાસ્તવિક વેતન વૃદ્ધિ 2.1 ટકા જ રહી જશે. એશિયાની વાત કરીએ તો આ દરમ્યાન સૌથી વધારે સેલેરી ગ્રોથ 5.3 ટકા રહેવાનું અનુમાન છે.

કેટલી વધશે એશિયન દેશની સેલેરી

અન્ય એશિયન દેશોની વાત કરીએ તો, ઈન્ડોનેશિયા માટે આ સેલેરી ગ્રોથ સરેરાશ 8.1 ટકા, મલેશિયા, ચીન અને કોરિયા માટે ક્રમશ: 5%, 6%, અને 4.1% રહેવાનું અનુમાન છે. જાપાનમાં આ અનુમાન સૌથી ઓછું 2% રહેવાનું છે. જ્યારે 3.9%ના સરેરાશ સાથે તાઈવાનનો નંબર જાપાન બાદ છે.

READ ALSO

Related posts

રાજ્યના એક હજારથી વધુ ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસ મળતા રોષ

Nilesh Jethva

શું તમે સરળતાથી ચમકદાર તહેરો મેળવવા માગો છો? તો ઘર પર જ કરો આ રીતે ફેશિયલ

Ankita Trada

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!