GSTV
Gujarat Government Advertisement

ઝટકો/ ‘વર્ક ફ્રોમ હોમ’ કરનારાઓની સેલરી પર ફરશે કાતર, સરકાર કરી રહી છે આ તૈયારીઓ

સેલરી

Last Updated on January 21, 2021 by Bansari

કોરોનાકાળના પગલે મોટા ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરને ખાસુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે. સર્વિસ સેક્ટરની કાર્ય કરવાની રીતમાં પણ અનેક પ્રકારના પરિવર્તન આવ્યા છે. તેમાંથી એક મોટો ટ્રેન્ડ ઘરેથી કામ (Work from home) કરવાનો છે. હવે મોટી ખબર આવી રહી છે કે જે લોકો મેટ્રો શહેરો સિવાય નાના શહેરમાં જઇને કામ કરી રહ્યાં છે તેમની સેલરી પર કાતર ફરવા જઇ રહી છે.

સેલરી

સર્વિસ સેક્ટરની કંપનીએ કરી રહી છે વિચાર

સર્વિસ સેક્ટરની કંપનીઓ ખાસ કરીને આઇટી/ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને પ્રોફેશનલ સર્વિસીઝ સેક્ટરના કર્મચારી જે નાના શહેરોમાં રહીને ઘરેથી કામ કરી રહ્યાં છે તેમની સેલરીમાં કપાત થઇ શકે છે. જો કે જે કર્મચારી પોતાના વર્તમાન ઠેકાણે જ ઘરેથી કામ કરી રહ્યાં છે, તેમના ભથ્થામાં બદલાવ થઇ શકે છે પરંતુ સેલરીમાં કોઇ કપાત નહી થાય.

સેલરી

શ્રમ મંત્રાલય તૈયાર કરી રહ્યુ છે ડ્રાફ્ટ

શ્રમ મંત્રાલય તરફથી સર્વિસ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ પર ડ્રાફ્ટ કરવામાં આવી રહ્યો છે. તેના માટે વિભિન્ન પક્ષો પાસે સૂચન માગવામાં આવ્યા હતા. માનવ સંસાધન વિશેષજ્ઞો અને કંસલ્ટેંસી કંપનીઓ અનુસાર નવા નિયમોમાં ઘરેથી કામ કરતા કેટલાંક કર્મચારીઓની સેલરીમાં કપાત થઇ શકે છે. તેનાથી કંપનીઓ પ્રત્યેક કર્મચારીઓ પર થતા ખર્ચના 20થી 25 ટકા સુધી બચાવી શકે છે.

સેલરી

નવા પ્રકારના ભથ્થા

આ દરમિયાન કંપનીઓ પોતાના કર્મચારીઓને વાઇ-ફાઇ અને અન્ય ખર્ચા તરીકે નવા ભથ્થા આપી શકે છે. ટ્રાન્સપોર્ટ જેવા ભથ્થાને હટાવી શકાય છે. સર્વિસ સેક્ટરની કંપનીઓ હાલ તેના પર વિચાર કરી રહી છે. એવી સંભાવના છે કે 1 એપ્રિલ 2021થી દેશમાં લેબર કોડ્સ લાગુ થશે. તેને લઇને કંપનીઓ પોતાની તૈયારી કરી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!