GSTV
Home » News » મુકેશ અંબાણીના ઘરના નોકરોની સેલરી જાણશો તો આંખો પહોળી થઇ જશે, આટલા તો તમે એક વર્ષે પણ નહી કમાતા હોય!

મુકેશ અંબાણીના ઘરના નોકરોની સેલરી જાણશો તો આંખો પહોળી થઇ જશે, આટલા તો તમે એક વર્ષે પણ નહી કમાતા હોય!


મુકેશ અંબાણી દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંથી એક છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. મુકેશ અંબાણી મુંબઇ સ્થિત દુનિયાના સૌથી મોંધા ઘરો માંથી એક એવા એન્ટિલીયામાં રહે છે. તેમના પરિવારમાં ફક્ત પાંચ સભ્યો છે.

મુકેશ અંબાણીનું ઘર મુંબઇમાં સ્થિત છે અને તેમના ઘરનું નામ એન્ટિલિયા છે. તેમનું ઘર 27 માળની ઇમારતમાં બનેલું છે. તેમના ઘરમાં 165થી વધુ કાર માટે ગેરેજ બનાવવામાં આવ્યું છે. તેમના આ આલિશાન ઘરમાં સ્વિમિંગ પુલ, બાથરૂમ, ગાર્ડન, હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીના પરિવાર માટે 600થી પણ વધુ નોકરોનો સ્ટાફ કામ કરે છે. મુકેશ અંબાણીના આ ઘરમાં શેફ, સફાઇ કર્મચારી, ડ્રાઇવર, સિક્યોરીટી અને હેલીકોપ્ટર પાયલટ પણ સામેલ છે.  મુકેશ અંબાણીની એક ખાસિયત છે કે તે પોતાના નોકરને નોકર નથી સમજતાં. તેઓ તેમને પોતાના પરિવારના સભ્ય જ માને છે અને તેમને એટલું જ માન આપે છે. આજે અમે તમને મુકેશ અંબાણીના ઘરમાં કામ કરતાં આ કર્મચારીઓની સેલરી જણાવીશું જેને જાણીને તમે મોઢામાં આંગળા નાખી દેશો.

મુકેશ અંબાણીના 27 માળના મકાનમાં દરેક માળ પર અલગ મેનેજર છે. જેની એક મહિનાની સેલરી 2 લાખ રૂપિયા છે. મુકેશ અંબાણીને સરકાર દ્વારા ઝેડ પ્લસ સિક્યોરીટી આપવામાં આવી છે જેનો ખર્ચ દર મહિને 15 લાખ રૂપિયા છે. અહીં સૌથી ઓછી સેલરી સફાઇ કર્મચારીની છે. તેમને દર મહિને 20 હજાર રૂપિયાની સેલરી આપવામાં આવે છે.

Read Also

Related posts

સાંસદનું રિપોર્ટ કાર્ડ: 2014માં જાયન્ટ કિલર સાબિત થયેલા દેવુસિંહ ખેડાની જનતા માટે કેટલા જાગૃત

Riyaz Parmar

ગજબ! આ છે ગુજરાતનું એવું ગામ જ્યાં થાય છે 100 ટકા મતદાન!

Bansari

રાહુલ ગાંધી અને અમિત શાહ : આજે બે કદાવર નેતાઓનું ભાવી ઘડશે મતદાતાઓ

Mayur