GSTV

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Last Updated on June 17, 2021 by Dhruv Brahmbhatt

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર જમીન વિવાદ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘જે લોકો રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યાં છે તેઓ રસીદ દેખાડી તેમણે આપેલું દાન પરત લઈ જાય. જે નેતાઓ આરોપ લગાવી રહ્યાં છે તેમણે અગાઉ રામ ભક્તો પર જ ગોળીબાર કર્યો હતો.’

સંજય સિંહ અને અખિલેશ યાદવ પણ પોતે આપેલ રકમ લઈ જઈ શકે

વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘જે લોકો કહેતા હતા કે બાબરી મસ્જિદ પાસે એક પક્ષીને નહીં જવા દઈએ ત્યાં ભવ્ય મંદિર બની રહ્યું છે. અમુક લોકો પાસે માત્ર પાયાવિહોણા આરોપ લગાવવા સિવાય કંઈ જ હોતું નથી. ચંપત રાયે તો પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન રામને સમર્પિત કર્યું છે. સંજય સિંહ અને અખિલેશ યાદવ પોતે આપેલ દાનની રકમ લઈ જઈ શકે છે. આ લોકો જ મંદિર બનાવવાનો વિરોધ કરતા હતાં.’

સંજય સિંહએ લગાવ્યાં ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવતા તેની તપાસ સીબીઆઇ અને ઇડી પાસે કરાવવાની માંગ કરી હતી. સિંહએ લખનઉમાં એવો દાવો કર્યો હતો કે, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડ રૂપિયા કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદી. તેઓએ જણાવ્યું હતું કે, તે સીધી રીતે જોઇએ તો તે મની લોન્ડ્રિંગનો મામલો છે અને સરકાર તેની સીબીઆઇ અને પ્રવર્તન નિર્દેશાલ પાસે તપાસ કરાવે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!