મહેસાણા અર્બુદા ભવન ખાતે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાક્ષી હુંકાર મહાસભા યોજવામાં આવી હતી.

વિપુલ ચૌધરીના સાગર દાણ કૌભાંડ કેસમાં મહેસાણા કોર્ટમાં સાક્ષી જુબાની આપ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં સાક્ષી હુંકાર મહાસભા યોજવામાં આવી.ઉત્તર ગુજરાતના કોંગી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મહાસભામાં કોંગી નેતાઓએ વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપ સરકારની કિન્નખોરીના વિરોધમાં નિવેદન કર્યા હતા.
હુંકાર મહાસભામાં સરકારને પોતાની તાકાત બતાવી દેવાનો પણ હુંકાર કર્યો હતો.આ સમગ્ર મામલે બાપુએ જણાવ્યું હતું કે હું ભાજપમાં જવાનો નથી. મારે કોંગ્રેસને આપવું જોઈએ.આ હુંકાર સંમેલનમાં ચૌધરી સમાજ સહિત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા એક સ્ટેજ પર જોવા મળ્યા હતા.જેથી સમગ્ર બેઠકમાં વિપુલ ચૌધરીને આડકતરી રીતે કોંગ્રેસનો ટેકો મળતો હોય તેવું સ્પષ્ટ જોવા મળતું હતું.
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર
- શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા ઈચ્છો છો, તો કેરી કરો આ આઉટફિટ્સ, મળશે યુનિક લુક
- શિયાળામાં દૂધમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને પીવો, શરીરને શક્તિ મળશે અને બચી શકશો શરદી-ખાંસીથી
- Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યાં
- ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન