GSTV
Home » News » કોંગ્રેસના કદાવર નેતાની નવા વર્ષની શરૂઆત થશે જેલથી, કોર્ટે ના આપ્યા જામીન

કોંગ્રેસના કદાવર નેતાની નવા વર્ષની શરૂઆત થશે જેલથી, કોર્ટે ના આપ્યા જામીન

દિલ્હી હાઈકોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણોના મામલામાં દોષિત ઠરેલા સજ્જનકુમારના સરન્ડરની સમયમર્યાદા વધારવાની અરજીને નામંજૂર કરી છે. સજ્જન કુમારને સરન્ડર કરવા માટે દિલ્હી હાઈકોર્ટે 30 દિવસનો સમય માંગ્યો હતો. જો કે દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે એવું કોઈ નક્કર કારણ નથી કે સરન્ડર કરવાની સમયમર્યાદાને વધારવામાં આવે.

સજ્જન કુમારને દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં આજીવન કેદની સજા અને પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે 31 ડિસેમ્બર સુધીમાં સજ્જન કુમારને સરન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પહેલી નવેમ્બર-1984ના રોજ દિલ્હી છાવણીના રાજનગર વિસ્તારમાં એક પરિવારના પાંચ સદસ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં સજ્જન કુમાર સહીત પાંચ લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

Read Also

Related posts

પેટની ચરબી અને કમરનાં ઘેરાવને ઘટાડવા માટે કરો આ યોગાસન, જાણો બીજા ક્યાં ક્યા થશે લાભ

Mansi Patel

આ છે ચમત્કારી પથ્થર, મહિલાના ગર્ભમાં દીકરો છે દીકરી જાણવા લાગે છે લાઈનો

Mansi Patel

મોદીના મહેમાન બન્યા બોલીવૂડના કલાકારો, PM સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!