શીખ વિરોધી રમખાણ કેસના દોષિત સજ્જનકુમારનું કોર્ટને આત્મસમર્પણ

શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત જાહેર થયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા સજ્જનકુમારને હત્યા. વૈમનસ્ય ફેલાવવા તેમજ આગજની અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાના ષડયંત્રમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજ્જનકુમારને 31 ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સજ્જનકુમારે કોર્ટ સમક્ષ હાજર થવા માટે મુદ્દત માંગી હતી. પરંતુ કોર્ટે મુદ્દત આપવાનો ઇન્કાર કર્યો હતો.

શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત જાહેર થયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમારે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે. આ પહેલા મહેન્દ્ર યાદવ અન કિશન ખોખરે કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતું. દિલ્હી હાઇકોર્ટ દ્વારા સજ્જનકુમારને હત્યા. વૈમનસ્ય ફેલાવવા તેમજ આગજની અને ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવાના ષડયંત્રમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સજ્જનકુમારને 31 ડિસેમ્બર સુધીમાં સરન્ડર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સજ્જનકુમારે કોર્ટ સમક્ષ હાજર થવા માટે મુદ્દત માંગી હતી. પરંતુ કોર્ટે મુદ્દત આપવાનો ઇન્કાર કર્યો હતો.

આ પહેલા 2013માં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને નીચલી કોર્ટે દોષ મુક્ત જાહેર કર્યા હતા. કોર્ટે સજ્જન કુમાર સિવાયના તમામ આરોપીને દોષી જાહેર કર્યા હતા. જેમા કોંગ્રેસ નેતા બલવાન ખોખર, કેપ્ટન ભાગમલનો સમાવેશ થાય છે.

દિલ્હી હાઈકોર્ટે 17 ડિસ્મ્બરના રોજ એક ચુકાદામાં જણાવ્યુ હતુ કે, 1947માં થયેલી હિંસા બાદ 1984માં દિલ્હીમાં કત્લેઆમ કરવામાં આવ્યુ. આરોપીઓને રાજકીય લાભ મળ્યો અને તેઓ ટ્રાયલથી હમેશા બચતા રહ્યા. સિખ રમખાણ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો પરંતુ આરોપીઓ વિરૂદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવી.

કોઈ એ વાતનો પણ ઇનકાર ન કરી શકે તે આ કેસમાં એફઆઈઆર અને ક્લોઝર રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યુ કે, તત્તાકાલિન પીએમની હત્યા બાદ દિલ્હીમાં 2 હજાર 700 સિખોની હત્યા કરી દેવામાં આવી. 1984માં જે રમખાણ થયા તેની રચના રાજકીય અભિનેતાઓ દ્વારા કરવામાં આવી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter