GSTV

મહબૂબા મુફ્તિની મુશ્કેલીઓ યથાવત્ત, પહેલા ભાજપ હવે સજ્જાદ લોન

Last Updated on November 21, 2018 by

ભાજપ અને પીડીપીનું ગઠબંધન તૂટ્યા બાદ પણ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિની મુશ્કેલીઓ સમાપ્ત થતી દેખાઈ રહી નથી. પહેલા પીડીપીના ધારાસભ્યો દ્વારા બળવો કરવામાં આવ્યો અને હવે પીડીપીના સંસ્થાપક સદસ્ય અને કદ્દાવર નેતા ડૉક્ટર મુઝફ્ફર હુસૈન બેગે પાર્ટી છોડવાની વાત કરી છે. ડૉક્ટર મુઝફ્ફર હુસૈન બેગે સજ્જાદ લોન સાથે મુલાકાત પણ કરી છે.

પીડીપીના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન મુઝફ્ફર હુસૈન બેગે શ્રીનગરમાં એક પત્રકાર પરિષદને પણ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદમાં બેગે સજ્જાદ લોનને પુત્ર અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સને પોતાના ઘર જેવી ગણાવી હતી. સજ્જાદ લોને પણ ટ્વિટ કરીને બેગ તેમને મળ્યા હોવાની વાતની પુષ્ટિ કરી છે. સજ્જાદ લોને બેગને પોતાના બાળપણના ફેવરેટ અંકલ ગણાવીને મુલાકાત બદલ અભાર પણ વ્યક્ત કર્યો છે.

સજ્જાદ લોને ટ્વિટમાં લખ્યું છે કે ઉભરી રહેલા ત્રીજા મોરચામાં તેમના કદ, અનુભવ અને સમજનો નિશ્ચિતપણે ફાયદો થઈ શકે છે. પત્રકાર પરિષદમાં મુઝફ્ફર હુસૈન બેગે કહ્યુ હતુ કે સજ્જાદ લોન ત્રીજો મોરચો બનાવવાની વાત કરી રહ્યા છે અને જો આવો મોરચો બનશે. તો તેઓ તેમા સામેલ સામેલ થશે. કારણ કે પીપલ્સ કોન્ફરન્સ તેમના માટે પોતાના ઘર જેવી છે. બેગે કહ્યુ હતુ કે સજ્જાદ લોન તેમના દીકરા જેવા છે.

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!