GSTV
Home » News » સજ્જાદ લોનના પિતા અબ્દુલ ગની ઘાટીમાં હિંસા ફેલાવવામાં માટે જવાબદાર

સજ્જાદ લોનના પિતા અબ્દુલ ગની ઘાટીમાં હિંસા ફેલાવવામાં માટે જવાબદાર

farooq abdullah news

જમ્મ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનના પિતા અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, સજ્જાદ લોનના પિતા અબ્દુલ ગની ઘાટીમાં હિંસા ફેલાવવામાં માટે જવાબદાર છે. અબ્દુલ ગની પાકિસ્તાનથી બંદૂક લાવ્યા હતા. ફારૂક અબ્દુલ્લાએ વધુમાં કહ્યુ કે, અમે બોલવાની શરૂઆત કરીશું તો સજ્જાદ લોનને જવાબ આપવા મુશ્કેલ પડશે.

ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, જ્યારે પૂર્વ રાજ્યપાલ જગમોહને અબ્દુલ ગનીને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે ગની મારી પાસે આવ્યા હતા. અને તેમણે કહ્યુ હતુ કે, હું બંદૂક લેવા માટે પાકિસ્તાન જવાનો છું. ગનીને ઘણા સમજાવ્યા છતા તેઓ માન્યા નહોતા. ફારૂક અબ્દુલ્લાનું આ પ્રકારનું નિવેદન ત્યારે સામે આવ્યુ જ્યારે સજ્જાદ લોને કહ્યુ હતુ કે, નેશનલ કોન્ફરન્સના કારણે પીપલ્સ કોન્ફરન્સને ઘણું રાજકીય નુકસાન થઈ રહ્યુ છે.

Related posts

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપે વિજયથી ખાતુ ખોલાવ્યું

Mayur

બિહારમાં ભારે પુરના કારણે 104ના મોત, 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા

Bansari

કર્ણાટકના ધારાસભ્યોએ રમેશ કુમારને પત્ર લખી હાજર થવા એટલો સમય માગ્યો કે વધુ એક ચૂંટણી થઈ જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!