GSTV

IPL સટ્ટાબાજીમાં અરબાઝ ખાન બાદ હવે સાજિદ ખાન ફંસાયો, બુકીએ કર્યો ખુલાસો

Last Updated on June 6, 2018 by Bansari

બોલીવુડ અભિનેતા સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન બાદ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાનનું નામ આઇપીએલમાં સટ્ટાબાજીના મામલે સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર સટ્ટાબાજ સોનૂ જાલાને પોલીસ સામે સાજિદના નામનો ખુલાસો કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોનૂએ જણાવ્યું કે સાજિદે પોતાની સાથે સાત વર્ષ પહેલા સટ્ટાબાજી કરી હતી. જો કે હજુ સુધી સાજિદને સમન્સ પાઠવવામાં આવ્યું નથી પરંતુ આગળની પૂછપરછ માટે પોલીસ તેમને ગમે ત્યારે બોલાવી શકે છે.

અરબાઝ ખાન પર આઇપીએલ મેચોમાં સટ્ટો લગાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 50 વર્ષીય અરબાઝ ખાનને પોલીસે શુક્રવારે સવારે બાંદ્રા પોલીસે સમન્સ પાઠવ્યું હતુ. અરબાઝ ખાન પર આરોપ લાગ્યો હતો કે તેણે મોટા સટ્ટેબાજી કૌભાંડમાં સટ્ટો લગાવ્યો હતો. શનિવારે અરબાઝે પ્રેસકોન્ફરન્સમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેમણે ગત વર્ષે આઇપીએલ મેચોમાં લગાવેલા સટ્ટાથી તેણે 2.75 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવુ પડ્યુ હતું. તેણે આઇપીએલમાં 2.80 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવ્યો હતો જેમાં તેણે ઘણુ નુકસાન વેઠવુ પડ્યુ હતું.

પોલીસે તાજેતરમાં જ એક સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે 42 વર્ષના એક બુકી સોનૂ જાલાનની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સટ્ટાબાજી માટે મુંબઇ પોલીસે તેની વર્ષ 2012માં ધરપકડ કરી હતી.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!