GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

કોમનવેલ્થ ગેમ્સ : સાઇના નેહવાલે જીત્યો ગોલ્ડ મેડલ, ભારતને કૂલ 63 મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતીય શટલર સાઈના નેહવાલે અન્ય ભારતીય શટલર પી. વી. સિંધુને હરાવીને બેડમિન્ટનના વુમન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 56 મિનિટ ચાલેલી ફાઈનલમાં સાઈના નેહવાલે પહેલા સેટમાં 21 વિરુદ્ધ 18 અને બીજા સેટમાં 23 વિરુદ્ધ 11થી જીત મેળવી હતી. સાઈના નેહવાલ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડમેડલ જીતનારી પહેલી ભારતીય શટલર બની છે. 2010માં દિલ્હી કોમનવેલ્થ ગેમ્સની વુમન્સ સિંગલ્સમાં ગોલ્ડ અને મિક્સ્ડ ટીમ ઈનેવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

નેહવાલ સાથે મુકાબલામાં હારનારી પી. વી. સિંધુને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. સિંધુને 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. ભારતે ગોલ્ડ કોસ્ટ ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ચાર મેડલ જીત્યા છે. જેમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ભારત ગોલ્ડ કોસ્ટમાં અત્યાર સુધીમાં 63 મેડલ જીતી ચુક્યું છે. જેમાં 26 ગોલ્ડ મેડલ જીત્યા છે. મેડલની ટેલીમાં ભારત કોમનવેલ્થ ગેમ્સમાં ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 501 મેડલ પ્રાપ્ત કર્યા છે. ભારતે પહેલીવાર 1934માં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!