સાઇના નહેવાલ અા તારીખે અા ખેલાડી સાથે કરશે લગ્ન, 5 દિવસ બાદ યોજાશે ભવ્ય રિસેપ્શન

આખરે ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર 28 વર્ષિય સાઇના નેહવાલ ડિસેમ્બર 2018માં બેડમિન્ટન ખેલાડી પી. કશ્યપ સાથે લગ્ન કરશે. એક રીપોર્ટ અનુસાર 16 ડિસેમ્બરનાં રોજ સાઇના નેહવાલ લગ્ન કરશે. રીપોર્ટ અનુસાર સાઇના નેહવાલ પોતાના લગ્નમાં નજીકનાં લોકોને બોલાવશે. જો કે સૂત્રો અનુસાર 21 ડિસેમ્બરનાં રોજ એક મોટી રિસેપ્શન પાર્ટી યોજવામાં આવશે જેમાં જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે સાઇના નેહવાલ અને કશ્યપનાં પ્રેમની ખબરો ઘણો વર્ષોથી ચાલી રહી છે. જો કે બંનેએ પોતાના સંબંધને લઇને પુષ્ટિ કરી નથી અને ના તો પોતાના સંબંધને લઇને ના કહી છે. હાલમાં સાઇના અે કોરિયામાં અોપનમાં રમતમાં વ્યસ્ત છે.

  • સાઇના નહેવાલ અને પી કશ્યપ 10 વર્ષથી અેકબીજાને કરી રહ્યાં છે ડેટ
  • બેડમિન્ટન ખેલાડી છે જ પી. કશ્યપ
  • અા લગ્ન સમારોહમાં 100 લોકો વ્યક્તિઅો થશે સામેલ
  • લગ્નના 5 દિવસ બાદ 21 નવેમ્બરના રોજ થશે ભવ્ય રિશેપ્શન
  • બંનેઅે ખુલીને અા સંબંધને સ્વીકાર્યો નથી
  • સાઇના નહેવાલની ઊંમર 28 વર્ષ અને પી કશ્યપની ઉંમર 32 વર્ષ છે.
  • બંને ખેલાડીઅોઅે પી ગોપીચંદથી બેડમિન્ટમ શીખવાનું શરૂ કર્યું હતું.
  • સાઇના નહેવાલ 20 ખિ્તાબ જીતી ચૂકી છે. અોલમ્પિંકમાં કાંસ્યપદક અને વિશ્વ ચેમ્પયનશીપમાં ગોલ્ડ જીત્યો છે.
  • પી. કશ્યપની સર્વશ્રેષ્ઠ વિશ્વમાં રેન્કિંગ નંબર 6 રહી છે.

અહીં થઈ હતી પહેલી મુલાકાત

સૂત્રોનાં જણાવ્યા અનુસાર બંનેની મુલાકાત પી.ગોપીચંદનાં ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન થઈ હતી. 28 વર્ષની સાઇના નેહવાલ વર્લ્ડ રેન્કિંગમાં 10માં નંબર પર છે, તો 32 વર્ષિય પી. કશ્યપ 57માં નંબર પર છે. કશ્યપ એક સમયે વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે હતો, પરંતુ ઇજાનાં કારણે તેને કેટલાક દિવસ આરામ કરવો પડ્યો હતો અને તેમની રેન્કિંગ નબળી પડતી ગઈ. ઉલ્લેખનીય છે કે બંને હૈદરાબાદનાં છે અને છેલ્લા 10 વર્ષથી રિલેશનશિપમાં છે.

ગત 8 સપ્ટેમ્બરનાં રોજ પી. કશ્યપનાં જન્મદિવસ પર બંને એક-બીજા સાથે જોવા મળ્યા હતા અને સાઇનાએ આની એક તસવીર પર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

Birthday 🎂 boy ☺️☺️😛@ @parupallikashyap 👏👏 … @gurusaidutt 😍😍

A post shared by SAINA NEHWAL (@nehwalsaina) on

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter