GSTV
Home » News » સિંધુની મેચ જોયા બાદ સાઇનાએ કહ્યું-મારું તો પેટ્રોલ ખલાસ થઇ ગયું

સિંધુની મેચ જોયા બાદ સાઇનાએ કહ્યું-મારું તો પેટ્રોલ ખલાસ થઇ ગયું

વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ભારતની ટૉપ મહિલા ખેલાડી પીવી સિંધુ અને જાપાનની નોજોમી ઓકુહારા વચ્ચે મુકાબલો સાઇના નેહવાલે પણ નિહાળ્યો હતો. મેચ નિહાળ્યા બાદ સાઇના બોલી ઉઠી હતી કે, મારું તો પેટ્રોલ ખલાસ થઇ ગયું.

સિંધુ અને ઓકુહારા વચ્ચે રમાયેલો ખિતાબી મુકાબલો જોવા માટે સિંધુની સાથી ખેલાડી સાઇના નહેવાલ પણ હાજર હતી. સાઇનાએ રેલિંગની પાસે ઉભા રહીને મેચ નિહાળી હતી. લાંબી મેચ પૂરી થયા બાદ સાઇના કોચ ગોપીચંદની પાસે ગઇ હતી અને તેમને કહ્યું હતું કે, મારું પેટ્રોલ ખલાસ થઇ ગયું જોતા જોતા. ગજબની મેચ હતી. જો કે, કોચે પણ સાઇનાને મજાકમાં કહ્યું કે, મેચને પણ કોઇને કોઇ વળાંક પર સમાપ્ત થઇ જવું હતું. તે હમેશા તો યથાવત નથી રહી શકતી.

ઉલ્લેખનીય છે કે, પીવિ સિંધુને નોજોમી ઓકુહારાએ 21-19, 20-22, 22-20 થી હરાવી ખિતાબ જીત્યો હતો. બંને વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી. આખરે ઓકુહારા બાજી મારી ગઇ હતી.

Related posts

બજરંગ પૂનિયાનો શાનદાર દાવ, મંગોલિયાના પહેલવાને હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલ

pratik shah

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અમિત-મનિષને ઈતિહાસ રચવાની તક,સેમિ ફાઈનલ મુકાબલા ખેલવા રિંગમાં ઉતરશે

Bansari

સિંધુ ચાઈના ઓપનની પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં હારતાં મેજર અપસેટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!