GSTV
Photos Sports Trending

લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ: મોંઘી ગાડીઓનો છે શોખ : જુઓ ફોટો

આજે 17 માર્ચના રોજ સાઈના નેહવાલ પોતાનો 17મોં જન્મદિવસ ઉજવી રહી છે. પોતાની માતાનું સ્વપ્ન પૂરું કરવા માટે તેણીએ બેડમિન્ટન રમવાનું શરુ કર્યું હતું. અને અનેક રેકોર્ડ બનાવી નાખ્યા છે. સાઈના નહેવાલનો જન્મ 17 માર્ચના રોજ હરિયાણાના હિસ્સારમાં થયો હતો. વર્ષ 2012માં લંડન ઓલમ્પિકમાં બૉન્ઝ જીતી તેણીએ ઇતિહાસ રહ્યો હતો. સાઈના પહેલા ઓલિમ્પિકમાં કોઈ પુરુષ કે મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવી ન હતી.

સાઈના નેહવાલે બેડમિન્ટનમાં ભારતને વિશ્વમાં ઓળખ અપાવી હતી. આ જ કારણ છે કે તેને રમતગમતનું સૌથી મોટું સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાઇનાને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારો મળ્યા છે અને તે અર્જુન પુરસ્કાર વિજેતા પણ છે.

સાઈના નેહવાલ લક્ઝરી લાઈફ જીવે છે

સાઇના નેહવાલે 2015માં હૈદરાબાદમાં 4.6 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું. આ ઘરમાં તમામ પ્રકારની સુવિધાઓ છે અને તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેનું ઘર મહેલ જેવું લાગે છે.

સાઇના નેહવાલ માત્ર ટૂર્નામેન્ટમાંથી જ કમાતી નથી, તે જાહેરાતોમાંથી પણ કરોડો રૂપિયા કમાય છે. રિપોર્ટ્સ અનુસાર, સાઈનાની કમાણી દર મહિને 40 લાખ રૂપિયાથી વધુ છે. તે જ સમયે, તે એક વર્ષમાં 5 કરોડથી વધુની કમાણી કરે છે.

સાયના નેહવાલને મોંઘા અને લક્ઝરી વાહનો રાખવાનો શોખ છે. તેની પાસે ઘણી લક્ઝરી અને મોંઘી કાર છે. તેમાં BMW થી લઈને મર્સિડીઝ બેન્ઝ અને મિની કૂપર સુધીના વાહનોનો સમાવેશ થાય છે.

સાઈના નેહવાલે પુરુષ બેડમિન્ટન સ્ટાર પારુપલ્લી કશ્યપ સાથે લગ્ન કર્યા છે. બંને સ્ટાર ખેલાડીઓએ 15મી ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા અને આ કપલની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ચાહકોને પસંદ પડી રહી છે.

સાયના નેહવાલે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલું જ નહીં, તેણે 2017માં IBF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાયનાના નામે ઘણા રેકોર્ડ છે.

સાઇના નેહવાલે 2010માં નવી દિલ્હી અને 2016માં ચીનના વુહાન શહેરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને બંને વખત બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સાયનાએ 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સાઇનાની સૌથી મોટી સિદ્ધિ 2012માં આવી જ્યારે તેણે લંડન ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા 2008માં સાઈના વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. કોમનવેલ્થ યુથ ગેમ્સમાં પણ ગોલ્ડ કબજે કર્યો હતો.

માતાનું સપનું પૂરું કરવા બેડમિન્ટન પસંદ કર્યું

સાઇના નેહવાલની માતા ઉષા રાજ્ય કક્ષાની બેડમિન્ટન ચેમ્પિયન રહી ચુકી છે અને તેણે પોતાની પુત્રીને પણ આવું કરવા માટે પ્રેરણા આપી હતી. સાઇનાના પિતા હરવીર સિંહે તેમની પુત્રીના સપનાને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરી હતી. શરૂઆતના સંઘર્ષ બાદ સાયના છવાઈ ગઈ હતી.

READ ALSO

Related posts

VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ

Siddhi Sheth

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth
GSTV