GSTV

ભાંગરો વાટ્યો/ સાઈના નેહવાલ નથી કોરોના પોઝિટીવ : રમશે થાઈલેન્ડ ઓપન, ખોટો હતો રિપોર્ટ

ભારતીય મહિલા બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ બુધવારે થાઇલેન્ડ ઓપનમાં રમી શકે છે. વાસ્તવમાં, બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ) ના સૂત્રોના જણાવ્યા અનુસાર 11 જાન્યુઆરીએ સાયનાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, જે ખોટો હતો. તો સાયના બુધવારથી થાઇલેન્ડ ઓપનમાં ભાગ લઈ શકે છે. જો કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે સાયના કોરોનાથી સંક્રમિત હોવાના કારણે થાઇલેન્ડ ઓપનથી બહાર થઈ ગઈ છે. પારુપલ્લી કશ્યપનો પણ સાઇના સાથે ગાઢ સંપર્ક હોવાને કારણે ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા છે. તેની પુષ્ટિ બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ) એ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘પોઝિટીવ મળી આવ્યા બાદ બંને ખેલાડીઓને ઓછામાં ઓછા 10 દિવસ એકાંતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પારુપલ્લી કશ્યપે પણ સાઇના સાથે ગાઢ સંપર્કને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા છે અને તે હોટલના રૂમમાં એકાંતમાં છે.

જણાવી દઈએ કે કોરોના પોઝિટિવ મળ્યા બાદ સાઇના નેહવાલ સોશિયલ મીડિયા પર ભડકી ઉઠી હતી. તેણે કહ્યું કે ગઈકાલે મારો ટેસ્ટ થયો હતો અને આજ સુધી મને રિપોર્ટ પણ બતાવ્યો નથી. અહીં ખૂબ મૂંઝવણની સ્થિતી છે. આજે વોર્મ-અપ કરતા પહેલા મને કહેવામાં આવ્યું છે કે,હું કોરોના પોઝિટિવ છું અને મારે હોસ્પિટલમાં જવું પડશે. નિયમો અનુસાર રિપોર્ટ પાંચ કલાકની અંદર આવવો જોઈએ.

એચ.એસ.પ્રણય અને પારુપલ્લી કશ્યપ પણ રમી શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયના સિવાય બુધવારથી એચએસ પ્રણય અને પારુપલ્લી કશ્યપ પણ આ ટૂર્નામેન્ટમાં રમી શકે છે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!